શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (06:22 IST)

Rishi Panchami Vrat 2021 : આજે ઋષિ પંચમી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Rishi Panchami Vrat 2021 : દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે ઋષિ પંચમી વ્રત આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનુ ખૂબ વધુ મહત્વ હોય છે. આ વ્રતને સૌભાગ્યવતી મહિલાઓ અને યુવતીઓ કરે છે. આ પાવન દિવસે સપ્ત ઋષિઓનુ પૂજન કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે સપ્ત ઋષિનો આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરે છે. મહિલાઓના માસિક ધર્મ દરમિયાન અજાણતા થએલ ધાર્મિક ભૂલો અને તેનાથી મળનારા દોષથી રક્ષા કરવા માટે આ વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જાણીએ ઋષિ પંચમી વ્રત શુભ મુહૂર્ત, પૂજા-વિધિ અને મહત્વ... 
 
પૂજા-વિધિ 
 
- આ પવિત્ર દિવસે, સવારે વહેલા ઉઠો પછી સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. ગંગા જળથી તમામ દેવોનો અભિષેક કરો. 
- સપ્ત ઋષિની તસવીર મૂકો અને તેમની સામે પાણીથી ભરેલો કળશ મૂકો.
- ત્યારબાદ વિધિપૂર્વક  સપ્ત ઋષિ સાથે  દેવી અરુંધતીની પૂજા કરો.
- સપ્ત ઋષિ સામે  ધૂપ-દીવો પ્રગટાવીને  પીળા ફળ અને ફૂલ અને મીઠાઈઅર્પણ કરો.
- સપ્ત ઋષિઓને પ્રસાદ અર્પણ કરો.
- સપ્ત ઋષિઓને તમારી ભૂલો માટે ક્ષમા માટે માંગો અને બીજાને મદદ કરવાનો સંકલ્પ  લો.
- વ્રત કથાનું પઠન કર્યા પછી આરતી કરો.
- ત્યારબાદ પૂજામાં હાજર તમામ લોકોને પ્રસાદ વહેંચો
 
શુભ મુહૂર્ત -
 
બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:32 થી 05:18 AM
અભિજિત મુહૂર્ત - 11:53 AM થી 12:42 PM
વિજય મુહૂર્ત - 02:22 PM થી 03:12 PM
સંઘ્યાકાળ મુહૂર્ત - 06:18 PM થી 06:42 PM
અમૃત કાલ - 01:36 AM, સપ્ટેમ્બર 12 થી 03:06 AM, 12 સપ્ટેમ્બર
નિશિતા મુહૂર્ત - 11:55 PM થી 12:41 AM, 12 સપ્ટેમ્બર
સર્વાર્થ સિદ્ધિ યોગ - સવારે 06:04 થી સવારે 11:23