શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : મંગળવાર, 11 મે 2021 (08:05 IST)

Akshaya Tritiya 2021- 14 મે ના રોજ છે અક્ષય તૃતીયા, આ દિવસે રાશિ મુજબ કરો દાન પૂજા-પાઠ, પુરી થશે દરેક મનોકામનાઓ

હિંદુ પંચાગ મુજબ અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષ 
 
Akshaya Tritiya 2021: હિંદુ પંચાગ મુજબ અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મનાવવામાં આવે છે.  આ વર્ષ આ તિથિ 14 મે 2921 દિવસ શુક્રવારના રોજ પડી રહી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે અખાત્રીજ બધા પઆપોનો નાશ કરનારી અને બધા સુખ આપનારી તિથિ છે. આ દિવસે ભક્તો દ્વારા કરવામાં આવેલ બધા દાન-પુણ્ય અક્ષય રહે છે અર્થાત નષ્ટ નથી થતો. ભક્ત જો તમારી રાશિ મુજબ અક્ષય તૃતીયા પર દાન પુણ્ય અને પૂજા પાઠ કરો તો તેમની બધી મનોકામનાઓ પુરી થશે. 
 
અક્ષય તૃતીયા તિથિ અને શુભ મુહૂર્ત 
 
અક્ષય તૃતીયા તારીખ: 14 મે 2021, શુક્રવાર
તૃતીયા તારીખ પ્રારંભ: 14 મે 2021 (સવારે 05:38 )
તૃતીયા તારીખ સમાપ્ત થાય છે: 15 મે 2021 (સવારે 07:59)
 
અક્ષય તૃતીયા પર તમારી રાશિ અનુસાર પૂજા કરો -  જ્યોતિષ મુજબ જો તમે અક્ષય તૃતીયા પર તમારી રાશિ પ્રમાણે આ ઉપાય કરશો તો યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. 
 
મેષ: આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે લાલ કપડાંમાં લાડુ દાન કરવું જોઈએ. અક્ષય પુણ્યનો લાભ પ્રાપ્ત થાય છે. 
વૃષભ: આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયા પર કળશમાં જળ ભરીને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી જાતકને ધન લાભ અને શુક્ર દોષની અસર ઓછી કરી શકાય છે. 
મિથુન: મિથુન રાશિના જાતકોએ અક્ષય તૃતીયા પર મગદાળનું દાન કરવું જોઈએ. તેનાથી સુખ, સમૃદ્ધિ અને ધનનો લાભ મળશે. 
કર્ક: અક્ષય તૃતીયાના દિવસે ચાંદીમાં મોતી ધારણ કરવો જોઈએ. આવુ કરવાથી ધનનો લાભ થાય છે.
સિંહ: આ રાશિના જાતકોએ  અક્ષય તૃતીયાના દિવસે સૂર્યને જળ ચઢાવવુ જોઈએ અને ગોળનુ દાન કરવું જોઈએ.  
કન્યા રાશિ: આ દિવસે આ રાશિના જાતકોએ પન્ના ધારણ કરવો જોઈએ. આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે.
તુલા રાશિ: આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ દિવસે ઘરે સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરો.
વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકોએ મૂંગા રત્ન પહેરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો લાભ થાય છે.
ધનુ રાશિ: પીળા કપડામાં હળદર લપેટીને તેને પૂજા સ્થળે મુકો અને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
મકર રાશિ: અક્ષય તૃતીયાના દિવસે એક વાસણમાં તલનું તેલ મુકીનેઘરની પૂર્વ કિનારે મુકો ધન લાભ થશે.
કુંભ રાશિ : તલ નાળિયેર અને લોખંડનુ દાન કરો, સમય અનુકૂળ રહેશે.
મીન રાશિ: પીળા રંગના કપડામાં પીળા ફૂલ બાંધો અને ઘરની ઉત્તર દિશામાં મુકો.