રવિવાર, 16 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કાબુલ , ગુરુવાર, 6 નવેમ્બર 2008 (11:23 IST)

કંધારમાં હવાઇ હુમલો, 40ના મોત

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ આજે જણાવ્યું કે તાલિબાનના ગઢ દક્ષિણી પ્રાંત કંધારમાં એક હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 40 વ્યક્તિઓ માર્યા ગયા છે અને 28 ઘાયલ થયા છે.

કરજઇએ આ હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત થયા અંગે ભારે નિંદા કરી હતી.અમેરિકી સેનાએ આ અંગે કહ્યું હતું કે તેઓ આરોપીઓની તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં અવારનવાર હુમલા કરવામાં આવે છે જેમાં નિર્દોષ નાગરિકો માર્યા જતા હોવાની પણ રાવ ઉઠી રહી છે.