રવિવાર, 16 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઈ. , બુધવાર, 5 નવેમ્બર 2008 (19:03 IST)

શેરબજાર ફરી ધરાશાયી

સેંસેક્સ 511, નિફ્ટી 147 તૂટ્યો

દેશના શેરબજારોમાં આજે નફાવસૂલીના વાતાવરણના કારણે પાંચ દિવસના શેર બજારમાં આવેલી તેજીમાં અચાનક બ્રેક વાગી ગઈ હતી. ચોતરફ વેચાણની પ્રક્રિયાના દબાણમાં બીએસઈનો સેંસેક્સ 511 તથા નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 147 અંક નીચે બંધ થયો હતો.

કારોબારના પ્રારંભમાં સેંસેક્સ ગઈકાલની તુલનામાં 300 અંક ઉંચા 10931.17 અંકે મજબૂત ખુલ્યો હતો, જેના મુકાબલે માત્ર 14 અંક જ ખસી શક્યો હતો. ત્યારબાદ તાબળતોબ વેચાણની પ્રક્રિયાને કારણે 10120.01 પર આવીને બંધ થયો હતો.

નિફ્ટી પણ કમોબેશન સેંસેક્સ જેવી રહી હતી. પ્રારંભમાં નિફ્ટી 3155.75 ના ઉંચા અંક સાથે ખુલી 3240.55ની ઉંચાઈ પર પહોચ્યો, બાદમાં તે 147.15 અંકોના નુકસાન સાથે 2994.95 અંક પર આવીને બંધ રહ્યો હતો.