1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. શ્રાવણ વિશેષ

નટરાજ સ્તુતિ

નટરાજ સ્તુતિ
W.D
સત સૃષ્ટિ તાંડવ રચયિતા
નટરાજ રાજ નમો નમ:...

હે આદ્ય ગુરૂ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:...

ગંભીર નાદ મૃંદંગના ધબકે ઉરે બ્રહ્માડના
નિત હોત નાદ પ્રચંડના
નટરાજ રાજ નમો નમ:...

શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદબ્રહ્મ જ્યોતિ લલાટ માં
વિષનાગ માલા કંઠ માં
નટરાજ રાજ નમો નમ:...

તવશક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજીતા
ચહુ વેદ જ્ઞાન સંહિતા
નટરાજ રાજ નમો નમ:...
About Writer
વેબ દુનિયા