ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By વેબ દુનિયા|

26/11 ના કેટલાક વણઉકેલ્યાં પ્રશ્નો

મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે
W.D
W.D
જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે.


આ પ્રકારના પ્રશ્નો એનએસજીના રિટાયર ચીફ જેકે દત્તે શંકાના આધારે ઉઠાવ્યાં છે. તેમણે પોતાની આશંકાને મજબૂત દાવા તરીકે રજૂ કરવા માટે તાજ હોટલમાં એનએસજીના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના એમપી-5 હથિયાર તરફ ઈશારો કર્યો છે જે આતંકીઓના હાથ લાગી ગયાં હતાં. બીજો જે મહત્વપૂર્ણ પ્રશ્ન છે તે એ છે કે, આતંકવાદીઓને લોકલ સપોર્ટ હતો કે નહી, ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાની ગતિવિધિઓની તપાસ થવાથી પ્રશ્નને બળ મળે છે. ચાર્જશીટમાં લોકલ સપોર્ટના રૂપમાં ફહીમ અંસારી અને સબાઉદ્દીનનું નામ છે જેના પર આતંકીઓને મુંબઈમાં રેકી કરવા, નકશો પૂરો પાડવાનો આરોપ છે.

ભૂતપૂર્વ મુંબઈ પોલીસ અધિકારી હસન ગફૂરે કહ્યું હતું કે, સોળ ભારતીય છે, જેઓએ આતંકવાદીઓને મદદ કરી, પરંતુ ગર્ફૂર આ વિવાદાસ્પદ મામલામાં બાદમાં ફરી ગયાં. હવે એક અંગ્રેજી વર્તમાનપત્રએ તેમનો ઈન્ટરવ્યું છાપ્યો છે જેમાં તેમણે મુંબઈ પોલીસના ચાર મોટા ઓફિસરો વિષે કહ્યું છે કે, તે આતંકીઓ સાથે મુકાબલો કરવા ઈચ્છતાં ન હતાં.

હુમલાના કારણે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂકેલા નરીમન હાઉસની મિસ્ટ્રી પણ સામે આવી નથી. હજુ પણ એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યું છે કે, અહીં પહેલેથી જ કથિત આતંકવાદીઓ રોકાયાં હતાં. આ ઉપરાંત અનિતા ઉદ્યા નામની જે મહિલાએ આ વાત કહી હતી કે, તેણે છ આતંકીઓને બુધવારે પાર્ક પર બોટમાંથી ઉતરતા જોયા હતાં એ મહિલાને ન તો સાક્ષી બનાવામાં આવી અને ન તો તેને ગુનેગારોની ઓળખ કરવા માટે સામે લાવવામાં આવી. જે કુબેર બોટ મારફત આતંકીઓ મુંબઈમાં ઘુસ્યા હતાં તેના પર સવાર ચાર લોકોના મૃતદેહોનો પણ હજુ સુધી કોઈ અત્તોપતો નથી.