રવિવાર, 28 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By વેબ દુનિયા|

યાદ નહિ વિસરાય 26/11ની

W.D
પ્રેમના પ્રતિકના સાક્ષી એવા દુનિયાના પ્રસિધ્ધ સ્મારકોમાંથી એક તાજ મહેલના નામ પર બનેલ પ્રસિધ્ધ હોટલ તાજ પેલેસ પર ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ આતંકવાદી હુમલાની વરસી આવતા જ એ ઘ્રુજાવનારી ઘટના આંખો સમક્ષ તરવરે છે

આમ તો આ આતંકવાદી હુમલામાં અનેક લોકો માર્યા ગયા, પરંતુ કેટલાક સૌભાગ્યશાળી પણ હતા જે બચી ગયા. પોતાના મિત્રના લગ્નમાં ભાગ લેવા ગયેલા એક ફ્રીલાંસ પત્રકર 31 વર્ષીય ભીષ્મ મનસુખાની પણ હતા. તેણે બતાવ્યુ કે એ દિવસની યાદો હજુ પણ મારા મગજમા& એવી છે કે જાણે કાલની જ વાત હોય. હુ હેરાન છુ કે હું કેવી રીતે બચી ગયો.

106 વર્ષ જૂની હોટલમાં તેણે પોતાના જીવનના 12 ભયાવહ કલાકને યાદ કરતા જણાવ્યુ કે હુ મારા મિત્રના લગ્નમાં હતો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો. અમે ટેબલ નીચે સંતાય ગયા અને કોઈ બચાવનારાની રાહ જોવા લાગ્યા. 26 નવેમ્બરની રાત્રે જ્યારે કોઈ મદદ ન મળી ત્યારે મનસુખાની અને બીજાએ હિમંત કરીને ભાગવાની કોશિશ કરી.

તેણે કહ્યુ કે એક આતંકવાદીએ અમને જોયા અને તરત ગોળી વરસાવવાનુ ચાલુ કરી દીધુ. મારી સામેનો એક વ્યક્તિ માર્યો ગયો. અમે પાછા કોઈ સુરક્ષિત જગ્યાની તરફ ભાગ્યા જ્યા અમને એક એસએનજી કમાંડરે અમને બચાવી લીધા. મનસુખાનીએ કહ્યુ કે તેણે હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તેણે મોતને હાથતાળી કેવી રીતે આપી દીધી.

હોટલના બારમાં કામ કરનારા 24 વર્ષીય લલિત સાવંત પણ એ હુમલામાં બચી ગયા. પરંતુ એને એવો આધાત લાગી ગયો હતો કે તેણે એ નોકરી છોડી દીધી. હવે એ એક કંપનીમાં કામ કરે છે. તેણે જણાવ્યુ કે માર્યા જવાની એ સમયની બીકની યાદ ક્યારેય નહી ભૂલાય.

તાજ હોટલના મહાપ્રબંધક કરમવીર કાંગના સાહસને મોતનો ભય ડગમગાવી શક્યો નહી. કાંગે પોતાની પત્ની અને બે બાળકોના મોતના દુ:ખને નિયતિ માનીને સહી લીધુ. તેમણે પોતાના પરિજનોને સંદેશ આપ્યો કે આતંકી હુમલા જેવી ઘટના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે અને આત્મચિંતન કરવા મજબૂર કરી દે છે. તમે એવુ માનો છો કે દરેક વસ્તુ તમારા મનમુજબ થઈ જશે. પરંતુ એક દિવસ અચાનક તમને અનુભવ થાય છે કે કશુ જ સ્થાયી નથી. મારા માટે કામ પર હાજર રહેવુ જરૂરી છે, ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી હોટલ ફરીથી શરૂ ન થઈ જાય.

W.D
હોટલના માલિક રતન ટાટાએ હુમલા પછી કહ્યુ હતુ કે હુ તેમની પાસે ગયો અને જણાવ્યુ કે મને કેટલુ દુ:ખ છે અને તેણે કહ્યુ સર અમે તાજને પહેલાની જેમ બનાવવા જઈ રહ્યા છે. આઈએચસીએલની યોજના હોટલની હૈરિટેઝ વિંગો પેલેસને 2010 સુધી ક્રમરૂપે ફરીથી ખોલવાની યોજના છે. હોટલનુ ટાવર વિંગ હુમલાના 23 દિવસ પછી ખોલી દેવામાં આવ્યુ હતુ. આ સમય જાણીતા ડિઝાઈનર વાસ્તુકલાની દ્રષ્ટિથી જાણીતી હોટલને એ જ રૂપ આપવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.

અમેરિકાની વિદેશ મંત્રી જ્યારે તાજમાં રોકાઈ ત્યારે તેમણે ટ્રિબ્યૂટ પુસ્તકમાં એ સાહસિક લોકોની પ્રશંસા કરી જેમણે લોકોના જીવ બચાવ્યા અને વધુ નુકસાન ન થવા દીધુ.