મોદી સામે લડવુ જ નથી તેમને હરાવવા પણ છે - કેજરીવાલ

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified મંગળવાર, 18 માર્ચ 2014 (18:17 IST)

.
P.R
આમ આદમી પાર્ટીના નેતા અરવિદ કેજરીવાલે એલાન કર્યુ છે કે તેઓ બીજેપીના પીએમ પદના નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફક્ત લડ્વાના ઈરાદાથી વારાણસી નથી જઈ રહ્યા પણ તેમને હરાવવા માટે જઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યુ કે ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક્તા દેશની બે સૌથી મોટી સમસ્યાઓ છે અને તેથી બે મોટા નેતાઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને હરાવવા જરૂરી છે.

કેજરીવાલે કહ્યુ કે તેથી જ અમે કુમાર વિશ્વાસને રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠીથી મેદાનમાં ઉતાર્યા છે અને તેઓ ત્યા પોતાનુ કામ કરી રહ્ય છે. કેજરીવાલે કહ્યુ કે અમેથીમાં હલચલ મચી છે તેથી રોજ કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો થઈ રહ્યો છે. પણ બંદે મે દમ હૈ, તે ત્યાથી હલ્યા નથી.

કેજરીવાલે કહ્યુ કે હું 23 તારીખના રોજ વારાણસી જઈ રહ્યો છુ અને જો ત્યાના લોકો કહેશે તો હુ નરેન્દ્ર મોદી વિરુદ્ધ લડવા તૈયાર છુ. કેજરીવાલે કહ્યુ કે દરેક લોક્કો કહે છે કે મોદી જ સ્થાયી સરકાર આપી શકે છે પણ પ્રશ્ન એ છે કે જો સ્થાયી સરકાર આપવી જ જો માપદંડ છે તો મનમોહન સિંહથી સારુ કોણ હોઈ શકે. સ્થાયિત્વ મામલે તેમણે કોઈપણ જાતની મુશ્કેલી વગર દસ વર્ષ વીતાવી દીધા છે.
કેજરીવાલે કહ્યુ કે લોકો વિકાસની વાત પણ કરી રહ્યા છે પણ જો સુરક્ષા નહી હોય તો વિકાસ કેવી રીતે થશે. સૌથી જરૂરી છે સુરક્ષા અને ન્યાય. અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત ઈચ્છીએ છીએ. દેશની સરકારી શાળાઓ-હોસ્પિટલોને એવી કરવા માંગીએ છીએ કે તેઓ ખાનગી શાળાઓથી આગળ નીકળી જાય. કેજરીવાલે કહ્યુ કે આઝાદી પછી દેશમાં હજારો રમખાણો થઈ ચુક્યા છે. આ રમખાણો ત્યા સુધી નહી રોકાય જ્યા સુધી તેમને કરાવનારા સૌથી મોટા નેતાઓ જેલભેગા નહી થાય. તેમની એવી હાલત કરવાની છે કે આગળથી કોઈપણ નેતા આવુ કરવાની હિમંત કરે તો પણ ધ્રુજી જાય. કેજરીવાલે કહ્યુ કે રમખાણોમાં લાખો લોકો મર્યા પણ કોઈ નેતાનો સંબંધી કેમ નથી મરતો. કેમ કાયમ નિર્દોષ લોકો જ માર્યા જાય છે. અમે દેશમાં ઝેરની રાજનીતિનો અંત કરી પ્રેમની રાજનીતિ કરવા માંગીએ છીએ.


આ પણ વાંચો :