ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

નાગપંચમી : કાલસર્પ દોષથી મુક્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય

નાગ પૂજાના વિધાન કરવામાં કલાકો લાગી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે નાગપંચમીના દિવસે જો નાગ દેવતાને દૂધ પીવળાવવામાં આવે તો શિવ મંદિરમાં નાગ પૂજા કરીને જલાભિષેક કરવામાં આવે તો કાલ સર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને ગ્રહોના પ્રકોપથી મુક્તિ મળે છે. તેનાથી વધુ રાશિમુજબ પણ કાલસર્પ દોષના ઉપાય કરી શકાય છે. 
 
મેષ - બળદને જવ ખવડાવો 
વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. 
મિથુન - ગાયને લીલા મગની દાળ ખવડાવો. 
કર્ક - પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવા ઉપરાંત નાગ દેવનુ પૂજન કરો. 
સિંહ - એક મુઠ્ઠી જવ લઈને ગૌ મૂત્રથી સાફ કરો અને તેને લાલ કપડામાં બાંધી દો. 
કન્યા - હાથી દાંતથી નિર્મિત કોઈપણ વસ્તુ સદા પોતાની પાસે રાખો 
તુલા - હનુમાનજીને લાલ ચંદન અર્પિત કરો. 
વૃશ્ચિક - ગૌ મૂત્રથી સ્નાન કરવા ઉપરાંત તેને પીવો. 
ધનુ - વહેતા જળમાં જવ પ્રવાહિત કરો. 
મકર - રુદ્ર ભગવાનના મંદિરમાં રુદ્રાભિષેક કરવા ઉપરાંત રુદ્ર પાઠ કરો. 
કુંભ - રાત્રે સૂતી વખતે માથા પાસે એક વાડકી દૂધ મુકો. સવારે એ દૂધ કૂતરાને પીવડાવો. 
મીન - માછલીને લોટની ગોળીઓ ખવડાવો.