1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 26 માર્ચ 2025 (13:18 IST)

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

budh study
budh study
Budhwar Na Upay: આપણા જીવનમાં અનેક વસ્તુઓનો સંબંધ ગ્રહો સાથે હોય છે પણ આપણે તેને જાણતા-અજાણતા નજરઅંદાજ કરી દઈએ છીએ.  આ ગ્રહોમાંથી એક છે બુધ ગ્રહ. બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ તમારી વ્યવસાયિક અસફળતાઓ, નિર્ણય ક્ષમતાની કમજોરી, બહેન-પુત્રીના સુખમાં કમી, અભ્યાસ પર અસર, આકર્ષણહીનતા, વિવાદોમાં ફસવા જેવી સમસ્યાઓનુ કારણ બની શકે છે. આવો જાણીએ બુધવારના દિવસે કયા ઉપાય કરવાથી તમારી કુંડળીનો બુધગ્રહ મજબૂત બનાવી શકાય છે.  બુધવારના કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા લાવવામાં સહાયક રહેશે. 
 
બુધવારની શુભ દિનચર્યા 
સૂર્યોદય પહેલા ઉઠો - સૂર્ય અને બુધનો ઊંડો સંબંધ છે. સવારે જલ્દી ઉઠવાથી બુધ ગ્રહની નકારાત્મકતા ઓછી થાય છે.  
 
ગણેશજીની પૂજા કરો - બુધ ગ્રહને ભગવાન ગણેશના પ્રતિનિધિ માનવામાં આવે છે. તેથી બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરો અને તેમને દુર્વા અર્પિત કરો. 
 
લીલા વસ્ત્ર ધારણ કરો - લીલો રંગ બુધ ગ્રહ સાથે સંબંધિત છે બુધવારે લીલા રંગના કપડા પહેરવાથી બુધ ગ્રહનો પ્રભાવ સકારાત્મક રહે છે. 
 
લીલી વસ્તુઓનુ કરો દાન - જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ છે તો લીલા શાકભાજી, લીલા અનાજ, પત્તેદાર ચારા વગેરેનુ દાન કરો. તેને કોઈ મંદિર કે ગૌશાળામાં અર્પિત કરવાથી લાભ થશે. 
 
નાના બાળકોને મીઠાઈઓ આપો - બુધ ગ્રહનો સંબંધ બાળકો સાથે હોય છે. બુધવારના દિવસે નાના બાળકોને ચોકલેટ કે મીઠાઈ આપવી બુધને શુભ બનાવે છે. 
 
બુદ્ધિ અને જ્ઞાન સાથે જોડાયેલા કાર્ય કરો - બુધવારના દિવસે અભ્યાસ, લેખન, ગણના કે ફાઈલોને વ્યવસ્થિત કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. 
 
રત્ન ધારણ કરો - બુધ ગ્રહનો મુખ્ય રત્ન પન્ના છે. તેને ધારણ કરવાથી બુધ મજબૂત થાય છે, પણ પહેલા કોઈ 
યોગ્ય જ્યોતિષની સલાહ લો.  
 
રાત્રે અભ્યાસ કરીને સૂવો - બુધ ગ્રહ જ્ઞાન અને બુદ્ધિમત્તાનુ પ્રતિક છે. બુધવારની રાત્રે કોઈ ધાર્મિક, તર્કશક્તિ સાથે જોડાયેલ કે જ્ઞાનવર્ધક  પુસ્તક વાંચીને સૂવાથી બુધ શુભ પ્રભાવ આપે છે.