રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (08:56 IST)

બોળ ચોથ - તમારા બાળકોને ખુશ જોવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય

bod chauth
મિત્રો આજે ઓગસ્ટ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે.  આજે અમે આપને બતાવી રહ્યા છે બોળ ચોથનુ મહત્વ અને રાશિ મુજબ ઉપાય વિશે માહિતી.. આજે  શ્રી સંકષ્ટ ગણેશ ચતુર્થી અને બહુલા બૉળ ચોથ વ્રત કરવાનુ વિધાન છે. આ દિવસે  ગાય માતાને વિશેષ રૂપથી સન્માનિત કરવી જોઈએ અને બાફેલા જવ જરૂર ખવડાવવા  જોઈએ. આ ઉપરાંત દરેક વ્યક્તિ પોતાની સંતાનની સુરક્ષા અને ખુ
શી માટે આજના દિવસે વ્રત કરવુ જોઈએ 
 
 આ ઉપરાંત ચન્દ્રમાંને અર્ધ્ય આપો 
ગાય માતાનુ દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓનુ સેવન ન કરો 
ઘઉ અને ચોખાથી બનેલી વસ્તુઓ ન ખાશો 
શ્રીગણેશ અને ગાય માતાને જવ અને સત્તુનો ભોગ લગાવો 
 
આ ઉપરાંત આજે બોળ ચોથના દિવસે આપની રાશિ મુજબ આ ઉપાય જરૂર કરો 
 
બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.