બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (14:16 IST)

Banana Tree Upay: ખિસ્સા છે ખાલી તો ગુરૂવારે કરી લો કેળાના ઝાડથી સંકળાયેલા આ ઉપાય

Banana plant
Kela na jhad na upay- હિંદુ ધર્મમાં ઝાડ-છોડનુ ખાસ મહત્વ છે. કહે છે કે ઝાડ છોડમાં દેવી -દેવતાઓનો વાસ હોય છે અને ખાસ દિવસ વિધિ-વિધાનથી પૂજા કરાય તો દેવતાઓની કૃપા મળે છે. ગુરૂવારનુ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરૂ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે કેળાના ઝાડની પૂજા અને ઉપાય વગેરે કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. 
 
જ્યોતિષ શાસ્ત્રન મુજબ ગુરૂવારે જો કેળાના ઝાડથી સંકળાયેલા કેટલાક ઉપાય કરાય, તો વ્યક્તિને ભગવાન વિષ્ણુનુ આશીર્વાદ તો મળે છે સાથે જ ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેની સાથે જ વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. માતા લક્ષ્મીની કૃપા મળે છે. શાસ્ત્રોમા% જણાવ્યુ છે કે માતા લક્ષ્મી ભગવાન વિષ્નુની પત્ની છે. 
 
ગુરૂવારે શ્રી હરિની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આવો જાણીએ ગુરૂવારના દિવસે કેળાના ઝાડથી સંકળાયેલા ખાસ ઉપાય વિશે ગુરૂવારના દિવસે કરો કેળાના ઝાડથી સંકળાયેલા આ ઉપાય 
 
-જ્યોતિષ શાસ્ત્રના મુજબ જો ઘરમાં કેળાના ઝાડ લગાવવામાં આવે, તો તે ઘરમાં ક્યારે પણ દુખ અને દરિદ્રતા નથી આવે. 
 
- કહે છે કે ગુરૂવારના દિવસે કેળાના ઝાડનુ પૂજન કરવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીથી છુટકારો મળે છે. આવુ કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ  થાય છે. 
 
- જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન દોલત ઈચ્છો છો તો કેળાના ઝાડની મૂડને તમારી પાસે રાખો. પહેલા આ મૂળને ગંગાજળથી ધોઈ લો અને જડ પર પીળા રંગના દોરો બાંધો. તે પછી આ જડને ધન રાખવાની જગ્યા કે તિજોરીમાં રાખી દો. આ ઉપાયને ગુરૂવારના દિવસે કરાય છે. 
 
- ગુરૂવારે સ્નાન વગેરે પછી પીળા રંગના વસ્ત્ર ધારણ કરો અને પીળા રંગના કપડાથી માથા ઢાકીને કેળાના ઝાડની પાસે જવુ અને હાથ જોડીને તમારી મનોકામના કહેવી. આવુ કરવાથી જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે.