બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (00:45 IST)

શ્રાવણ સોમવાર કરવાથી પૂરી થાય છે આ ઈચ્છા, પણ ધ્યાન રાખવા પડશે કેટલાક નિયમ

સોમવારના  ઉપવાસ ચૈત્ર ,વૈશાખ, કાર્તિક અને માર્ગશીર્ષના તેજસ્વી પખવાડિયામાં પ્રથમ તારીખ થી શરૂ થાય છે . આ સોળ સોમવાર પૂર્ણ  શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાખવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે પણ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ અને ભગવાન શિવની પૂજા- અર્ચના કરવાનું  વિશેષ મહત્વ  છે. કારણ કે આ વ્રત ખૂબજ શુભદાયી અને ફળદાયી છે. 
 
આ મહિનામાં કરેલા ઉપવાસનું  16 સોમવાર ઉપવાસ બરાબર ફળ મળે છે.શ્રાવણ સોમવાર ઉપવાસ કુળ વૃદ્ધિ માટે ,લક્ષ્મી પ્રાપ્તિ માટે ,આદર માટે કરાય છે. શ્રાવણ મહિનો  ભગવાન શિવને ખૂબ પ્રિય છે.ખાસ કરીને  સોમવાર,આ દિવસે શિવની આરાધના કરવી જોઈએ.પરિણિત મહિલાઓને આ ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે.વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ કરવાથી અને  શિવ મંદિરમાં જળાભિશેક કરાવાથી વિદ્યા અને બુદ્ધિ મેળવે છે. બેરોજગારને  રોજગાર મળે છે અને કામ ગૌરવ પ્રાપ્ત થાય  છે. નોકરી, વ્યવસાય કે બિઝનેસ કરતા લોકોને  સોમવાર ઉપવાસ કરવાથી  નાણાં ,અનાજ અને લક્ષ્મી મળે છે. 
 
ॐ નમ: શિવાયનું  ઉચ્ચારણ કરવાથી ભગવાન શિવ મનવાંછિત ફળ આપે છે. 
 
ઉપવાસના કેટલાક નિયમો 
 
1. ઉપવાસીએ  બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવુ  જોઈએ. 
 
2. ભગવાન શિવને અભિષેક જળ અથવા ગંગાજળથી થાય છે. પરંતુ વિશેષ મનોકામના પૂર્તિ માટે દૂધ ,દહીં ,ઘી, મધ ,ચણાની દાળ ,સરસવ તેલ, કાળા તલ વગેરે વસ્તુઓથી અભિષેકની વિધિ પ્રચલિત છે. 
 
3 તે પછી ॐ નમ: શિવાય  મંત્રથી સફેદ ફૂલ, સફેદ ચંદન, ચોખા, પંચામૃત ,સોપારી ,ફળ અને પાણી અથવા ગંગાજળથી ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરવુ  જોઈએ.  
 
4 માન્યતા છે કે પૂજન વિધિ સાથે મંત્રોનો જપ પણ અત્યંત જરૂરી  છે . મહામૃત્યુંજ્ય મંત્ર નો જપ , ગાયત્રી મંત્ર અથવા ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર . 
 
5 શિવ-પાર્વતીની પૂજા પછી  શ્રાવણના સોમવારની વાર્તા વાંચો.   
 
6. આરતી પછી ભોગ લગાવી અને કુટુંબમાં વહેંચો અને પછી પોતે  પણ લો. 
 
7 દિવસમાં એક સમય મીઠા વગરનો  ખોરાક લો.  
 
8 ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરો.આખો દિવસ ઉપવાસ કરવું શક્ય ન હોય તો સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરો.  
 
9 જ્યોતિષમાં દૂધને ચંદ્ર સંબંધિત ગણાયો છે. કારણ કે બન્નેની પ્રકૃતિ શીતળ છે . ચંદ્ર ગ્રહથી સંબંધિત  તમામ મુશ્કેલીનિવારણ માટે સોમવારે મહાદેવ પર દૂધ અર્પિત કરવુ. 
 
10 બધી મનોકામના પૂર્ણ કરવા  શિવલિંગ પર ગાયનું કાચુ દૂધ અર્પિત કરો . તાજા દૂધનો  ઉપયોગ કરો, ડબ્બાવાળા અથવા પેકેટનુ દૂધ ન અર્પિત કરવુ.