1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 18 મે 2019 (10:35 IST)

Budh Purnima - આ છે બુદ્ધ પૂર્ણિમાનુ શુભ મુહૂર્ત, આ પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ

Budh Purnima
આજે છે બુદ્ધ પૂર્ણિમા. પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે સવારે નદીઓ અને પવિત્ર સરોવરોમાં સ્નાન પછી દાન-પુણ્ય જરૂર કરો. આજના દિવસે કયુ દાન ખૂબ જ લાભકારી હોય છે. 
 
હિન્દુ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનનઈ પૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે.  હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લ ઓકો આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં માનવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર સવારે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે. 
 
બુદ્ધ પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત 
 
પૂર્ણિમા તિથિની શરૂઆત - 18 મે 2019ના રોજ સવારે 4 વાગીને 10 મિનિટથી 
પૂર્ણિમા તિથિ સમાત્પ - 19 મે 2019ના રોજ સવારે 2 વાગીને 41 મિનિટ સુધી 
 
એવી માન્યતા છે કે આજના દિવસે તલ અને ખાંડનુ દાન કરવામાં આવે છે અને પિંજરામાં બંધ પક્ષીઓને આઝાદ કરવામાં આવે છે. સ્નાન પછી વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ખાંડ અને તલનુ દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો પણ નાશ થઈ જાય છે.