બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (09:20 IST)

Lunar eclipse : 580 વર્ષમાં સૌથી મોટું ચંદ્રગ્રહણ, આજે ગુજરાતમાં દેખાશે? ગ્રહણ એટલે શું

580 વર્ષમાં પહેલી વખત આટલું મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને તે ભારતના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે.
 
અહેવાલો પ્રમાણે આ ગ્રહણ ત્રણ કલાક અને 28 મિનિટ સુધી ચાલશે, આટલા કલાકો સુધી ચાલનારું ગ્રહણ છેલ્લાં 580 વર્ષમાં થયું નથી.
આ અઉગા 18 ફેબ્રુઆરી 1440 નારોજ આવું ગ્રહણ થયું હતું અને હવે ફરી આવું ગ્રહણ ઇ.સ. 2669માં આઠમી ફેબ્રુઆરીએ થશે.
 
ચંદ્રગ્રહણ : તારીખ અને સમય
આ ગ્રહણ 19મી નવેમ્બર એટલે કે શુક્રવારે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી જોઈ શકાશે.
 
ચંદ્રગ્રહણ એટલે શું?
સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એ રીતે આવે છે કે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. આ ત્યારે જ શક્ય છે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની સમરેખ હોય.
 
પૂનમને દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો તેની છાયા ચંદ્ર પર પડે છે. તેનાથી ચંદ્રની છાયાવાળો ભાગ અંધકારમયી રહે છે.
 
જ્યારે આપણે આ સ્થિતિમાં ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ તો તે ભાગ કાળો જોવા મળે છે. એટલે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.