1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (10:41 IST)

Chankya Niti ચાણક્ય નીતિઃ આ 3 લોકો સાથે લક્ષ્મી નથી રહેતી, હંમેશા પૈસાની કમી રહે છે

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે અમીર બનવું, તેની પાસે વૈભવ, વૈભવના તમામ સાધનો હોય. ઘણા લોકો આ દિશામાં પ્રયાસ પણ કરે છે પરંતુ કેટલાક કારણોસર તેમને પૈસા ભેગા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ચાણક્ય નીતિમાં આ સંબંધમાં કેટલીક વાતો પણ કહેવામાં આવી છે. 
 
એક વાર દેવી રૂકમણી જે પોતે લક્ષ્મી સ્વરૂપ હતી મહાલક્ષ્મીથી પૂછે છે કે , હે દેવી તમે કયાં માણસ પર કૃપા કરો છો. રૂકમણીના આ પ્રશનને સાંભળી દેવી લક્ષ્મીએ જવાબ 
 
આપ્યો જે માણસ પોતાની વાણી પર સંયમ રાખે છે અને જરૂર મુજબ યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે છે. તેના પર હું પ્રસન્ન રહૂં છું. આવું માણસ મારી કૃપાનો પાત્ર હોય છે. 
 
માતા લક્ષ્મી કહે છે જે માણસ લાલચ ત્યાગીને ઉદારતાની સાથે બીજાની સહાયતા કરે છે હું તેના પર હમેશા કૃપા કરું છું. મનુષ્યોએ વેરકે બદલાની ભાવના છોડી દેવી જોઈએ 
 
અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ.
 
ક્રોધ બુદ્ધિનો નાશ કરી નાખે છે. માણસ યોગ્ય-અયોગ્યનો જ્ઞાન ભૂલી જાય છે. પરિણામે એ એવું કામ કરી બેસે છે જેનાથી ઘરે આવેલી લક્ષ્મી પણ રિસાઈ જાય છે. તેથી 
 
માણસને ક્રોધ કે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. 
 
જે માણસ આળસ કરે છે એ ક્યારે લક્ષ્મીની કૃપાનહી મેળવી શક્તો. તેથી માણસને આળસ ન કરવું જોઈએ. લાલચને મૂકી પરિશ્રમ જે કરે છે તેનાથી ક્યારે પણ લક્ષ્મી રિસાતી 
 
નહી.