બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : રવિવાર, 7 નવેમ્બર 2021 (10:28 IST)

ચાણક્ય નીતિ - કોઈપણ વ્યક્તિ પર જરૂર કરતા વધુ ખર્ચ ન કરો જાણો કારણ

આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં અનેક નીતિઓનુ વર્ણન કર્યુ છે, જે આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. એવુ કહેવાય છે કે આ નીતિઓને અપનાવનારો વ્યક્તિ સફળ થાય છે. એક નીતિમાં આચાર્ય ચાણક્ય બતાવે છે કે વ્યક્તિએ કંઈ બે વસ્તુઓ વધુ ખર્ચ ન કરવી જોઈએ. નહી તો લોકો તમારુ મહત્વ નહી સમજે. 
 
ચાણક્યના કહેવાનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ પર આદર અને સમય વઘુ ખર્ચ ન કરવો જોઇએ. તમે આ બે વસ્તુનોને કોઈપણ વ્યક્તિ પર વધુ ખર્ચ કરવાનું શરૂ કરવા માંડશો તો તેની નજરમાં તમારું મહત્વ ઓછું થઈ જશે. બની શકે કે થોડા સમય માટે તમને એવું ન લાગે, પરંતુ થોડા સમય પછી તમને તેનો અહેસાસ થશે. તેથી જો તમે કોઈના પર પણ તમારા પૈસા અને સમય વધુ ખર્ચ કરો છો, તો તમારી આ આદતને બદલી નાખો. 
 
કહેવાય છે કે ઘણી વખત વ્યક્તિ કોઈની સાથે મોહના બંધનમાં બંધાય જાય છે અને તેની સાથે તેની જરૂર કરતા વધુ સમય વિતાવે છે. મોહના બંધનમાં બંધાયેલ વ્યક્તિ સામેની વ્યક્તિને જરૂર કરતાં વધારે સમય આપવાનું શરૂ કરે છે. ઘણીવાર લોકોના સ્વભાવમાં પણ બદલાય જાય છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ સાથે મોહના બંધનમાં બંધાતા પહેલા ધ્યાન રાખો કે આવનારા સમયમાં તમને નુકસાન ન થાય. તેથી જ આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જરૂર કરતા વધુ ન જોડાવવુ જોઈએ.