સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (09:37 IST)

આરતીના સમયે કરો લવિંગનો આ ઉપાય, બનવા માંડશે બધા બગડેલા કામ

પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બગડેલા કામ બનવા માંડશે.  આ માટે તમારે પૂજાના સમયે લવિંગનો એક નાનકડો ઉપાય કરવાનો છે. જાણો શુ છે આ ઉપાય 
 
પૂજા-પાઠમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લવિંગનો નવરાત્રિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ આરતીના સમયે જો તમે લવિંગના આ ઉપાય કરી લેશો તો જ્યોતિષ મુજબ તમારી અનેક પરેશાનીઓનું સમાધાન આપમેળે જ થઈ જશે. આ માટે તમને આરતીના સમયે આરતીના દિવામાં બે  લવિંગ નાખવાની છે અને ત્યારબાદ આરતી કરવાની છે.  જ્યોતિષ મુજબ આ નાનકડો ઉપાય તમને જીવનમાં બધી ખુશીઓ લાવી શકાય છે.