શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (11:47 IST)

ઘરની આર્થિક સમસ્યા દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય

ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત કરવો જોઈએ. 
 
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
- આ દિવસે બૃહસ્પતેશવર મહાદેવની પૂજા હોય છે. દિવસમાં એક સમય જ ભોજન કરવું. 
- પીળા વસ્ત્ર ધારણ કરવું, પીળા પુષ્પોને ધારણ કરવું. ભોજન પણ ચણાની દાળ હોવી જોઈએ. મીઠું નહી ખાવું જોઈએ. 
- પીળા રંગના ફૂલ, ચણાની દાળ, પીળા કપડા અને પીલા ચંદનથી પૂજા કરવી જોઈએ. પૂજન પછી કથા સાંભળવી જોઈએ. 
- ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.
- આ વ્રતથી બૃહસ્પતિ ખુશ થાય છે અને ધન અને વિદ્યાનો લાભ હોય છે. આ વ્રત મહિલાઓ જરૂર કરવું. વ્રતમાં કેળાનુ પૂજન થાય છે. 
પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
- ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
- દર ગુરૂવારે ૐ બૃ બૃહસ્પતે નમ: મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.