મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (11:59 IST)

હિન્દુ ધર્મ - કંઈ વસ્તુ ક્યારે દાન કરવી લાભકારી હોય છે ?

દાન માટે યોગ્ય સમય - શાસ્ત્રોમાં દાનનુ ખૂબ મહત્વ બતાવાયુ છે. પણ દરેક સમયે અને દરેકને આપવામાં આવેલુ દાન લાભકારી નથી  હોતુ. કોઈ સમય એવો હોય છે જ્યારે કોઈ ખાસ વસ્તુનુ દાન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારી હોય છે. 
 
તેલ દાન કરવાનો સમય - લાલ કિતાબ મુજબ શનિવારના દિવસે ઘરમાંથી ક્યાક જતી વખતે રસ્તામાં જો કોઈ ભિખારી દેખાય તો તો તેને કેટલાક ધાતુની મુદ્રાઓ આપવી જોઈએ. તેનાથી શનિનો શુભ પ્રભાવ વધે છે. શનિને કારણે જીવનમાં આવનારા અવરોધો દૂર થાય છે. 
 
વૈદિક જ્યોતિષ મુજબ શનિવારે સાંજના સમયે તલ તેલ કે ધાબળો દાન કરવાથી શનિની પીડા ઓછી થાય છે.  આ જ રીતે લોટનુ દાન કરવાનો પણ એક સમય હોય છે. 
 
આ સમયે કરો લોટનુ દાન 
 
 
સવારે ઉઠતા જ જો કોઈ ભિખારી દરવાજે આવીને ભિક્ષા માંગે તો તેને લોટનું દાન કરવુ જોઈએ. આ ઉપરાંત જો તમે રોટલી બનાવવા માટે લોટ બાંધી રહ્યા હોય અને ત્યારે કોઈ ભિખારી ભિક્ષા માંગવા આવે તો તેને આદર સહિત લોટ આપવો જોઈએ. 
 
આ સમયે કરવામાં આવેલ દાન જીવન પર આવનારા સંકટથી રક્ષા કરે છે. એવુ કહેવાય છે કે આનાથી પરિવરના કોઈ પણ સભ્ય પર આવનારુ સંકટ ટળી જાય છે. 
 
પુસ્તક-કોપી કલમનું દાન 
 
શિક્ષા ક્ષેત્રમાં સારી સફળતા મેળવવા માટે બુધવારના દિવસે જેમને જરૂર છે એવા બાળકોને પુસ્તક-નોટબુક અને કલમનું દાન કરવુ શુભફળ આપનારુ હોય છે. 
 
વેપારી પણ વેપારમાં લાભ માટે બુધવારે આ વસ્તુઓનુ દાન કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આનાથી બુધનુ શુભ ફળ પ્રાપ્ત થાય છે.