મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (10:31 IST)

દર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ

હિન્દુ શાસ્ત્રો મુજબ દર્શ અમાવસ્યા  પર ચંદ્ર સંપૂર્ણ રીતે ગાયબ રહે છે. એવુ કહેવાય છે કે સુખ સમુદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.  આ વખતે 6 માર્ચના રોજ દર્શ અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના જરૂર સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનારા લોકો આધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે.