ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (04:06 IST)

Devshayani Ekadashi 2021: ક્યારે છે દેવપોઢી એકાદશી, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Devshayani Ekadashi 2021: અષાઢ મહિનાને પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે.  અષાઢ મહિનાની એકાદશી તિથિનુ વિશેષ મહત્વ છે. અષાઢ મહિનાની અંતિમ અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આવો જાણીએ ક્યારે છે દેવશયની એકાદશી. 
 
અષાઢ મહિનાની શુક્લ પકની એકાદશી તિથિ 20 જુલાઈ 2021 મંગળવારે છે.  પંચાગ મુજબ 25 જૂન, શુક્રવારથી અષાઢ મહિનાનો આરંભ થઈ રહ્યો છે. અષાઢ મહિનાનુ સમાપન 24 જુલાઈના રોજ થશે. અષાઢ મહિનમાં જ ચાતુર્માસ શરૂ થશે 
 
અષાઢ મહિનાનો અર્થ 
પંચાંગ મુજબ અષાઢ મહિનામાં ચંદ્ર પૂર્વાષાઢા અને ઉત્તરષાઢા નક્ષત્રોમાં ગોચર કરે છે. તેથી જ આ મહિનાને અષાઢ કહેવામાં આવે છે. અષાઢ મહિનાની એકાદશી તારીખોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અષાઢ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી અને શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
 
ચાતુર્માસ ક્યારથી શરૂ થશે ? 
 
પંચાગ મુજબ 20મી જુલાઈ, મંગળવારના રોજ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ શરૂ થશે. આ અગિયારસથી ભગવાન વિષ્ણુ વિશ્રામની અવસ્થમા આવી જાય છે. 14 નવેમ્બર 2021ના રોજ દેવોત્થાન એકાદશી પર વિષ્ણુ ભગવાન શયનકાળ શરૂઆત થાય છે. માન્યતા છે કે ચતુર્માસમાં શુભ અને માંગલિક કાર્ય નથી કરવામાં આવતા. 
 
દેવશયની એકાદશી વ્રતનુ શુભ મુહૂર્ત 
દેવશયની એકાદશીની તારીખથી પ્રારંભ થાય છે - 19 જુલાઈ, 2021 બપોરે 09:59 વાગ્યે
દેવશયની એકાદશી સમાપ્ત થાય છે - 20 જુલાઈ, 2021 એ 07: 17 વાગ્યે
દેવશયની એકાદશી ઉપવાસ - 21 જુલાઈ, 05:36 થી સવારે 08: 21 સુધી
 
દેવશયની એકાદશી પર આ 5 કાર્યો કરો, તમને 5 ફાયદા મળશે
 
ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશી એટલે કે 20 જુલાઈ 2021 ના ​​રોજ 4 મહિના યોગ નિદ્રામાં જશે. દેવશયની એકાદશીના 4 મહિના પછી ભગવાન વિષ્ણુ કાર્તિક શુક્લ એકાદશી પર નિંદ્રામાંથી ઉઠે છે, આ તારીખને પ્રબોધિની એકાદશી અથવા દેવોત્થની એકાદશી પણ કહેવામાં આવે છે.
 
વર્જિત કાર્ય - અષાઢ શુક્લ એકાદશી પછી પૂર્ણિમાથી ચાતુર્માસ શરૂઆત થાઈ જાય છે. આ દરમિયાન યજ્ઞોપવીત સંસ્કાર, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, યજ્ઞ વગેરે ધર્મ કર્મથી જોડાયેલા જેટલા પણ શુભ કાર્ય થાય છે તે બધા ત્યજવા થાય છે. પૌરાણિક ગ્રંથના મુજબ શ્રી હરિના શયનને યોગનિદ્રા પણ કહેવામાં આવે છે. 
 
આ દિવસે કરો 5 કાર્ય 
 
1. આ દરમિયાન વિધિવત વ્રત રાખવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને વ્યક્તિની નિરોગી થાય છે. 
2. આ દિવસે પ્રભુ હરિની વિધિપૂર્વક પૂજા કરવા અને તેની કથા સાંભળવાથી બધા પ્રકારના સંકટ દૂર થાય છે. 
3. આ દિવસે તુલસી અને શાલિગ્રામની વિધિપૂર્વક પૂજા અને અર્ચના કરવી જોઈએ 
4. આ દિવસે ચોખા, ડુંગળી, લસણ, માંસ, મદિરા, વાસી ભોજન વગેરે બિલકુલ ન ખાશો. 
5. આ દિવસે દેવશયનીની પૌરાણિક કથાનુ શ્રવણ કરો 
 
લાભ 
1. દેવશયની એકાદશીનુ વ્રત કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 
2. આ વ્રત બધા ઉપદ્રવોને શાંત કરી સુખી બનાવે છે અને જીવનમાં ખુશીઓને ભરી દે છે. 
3. એકાદશીના વિધિપૂર્વક વ્રત રાખવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
4. આ વ્રતને કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. 
5. આ વ્રતને કરવાથી શારીરિક દુખ દર્દ બંધ થઈ જાય છે અને આરોગ્ય સંબંધી લાભ મળે છે.