શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 21 જુલાઈ 2018 (17:58 IST)

દેવશયની અગિયારસ - વિશેષ છે આ અગિયારસ - જાણો શુ છે આનું મહત્વ

દેવશયની અગિયારસ - વિશેષ છે આ અગિયારસ - જાણો શુ છે આનું મહત્વ

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દર વર્ષે અષાઢ શુક્લ અગિયારસ તિથિના દિવસે ભગવાન વિષ્ણુ સૂવા જાય છે .આથી આ અગિયારસને હરશયની અને દેવશયની અગિયારસના નામથી  ઓળખાય છે. 
 
આ અગિયારસનું પણ એટલુ જ મહત્વ છે જેટલુ કાર્તિક મહિનાની શુક્લપક્ષની દેવ પ્રબોધિની અગિયારસનુ છે. આ વર્ષે દેવશયની અગિયારસ 15 જુલાઈના  દિવસે છે. 10 નવેમ્બર દેવ પ્રબોધિની અગિયારસના રોજ ભગવાન  વિષ્ણુ યોગનિદ્રાથી જાગશે.આ સમય દરમ્યાન કોઈ પણ શુભ કાર્ય નહી થઈ શકે.   
 
આ અગિયારસ બધી ઈચ્છા પુર્ણ કરે છે..  
 
પુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ દેવશયની અગિયારસ અને દેવ પ્રબોધિની અગિયારસના દિવસે વ્રત રાખે છે એ માણસ ભગવાન વિષ્ણુની પરમ કૃપાથી શ્રેષ્ઠતમ લોકમાં સ્થાન મેળવે છે.  
 
તેથી જે વ્યક્તિ અન્ય કોઈ પણ અગિયારસ ના કરે તેને મુક્તિ કામના માટે આ બંને અગિયારસનું વ્રત કરવુ જોઈએ .બ્રહ્મ વેવર્ત પુરાણમાં  જણાવ્યું છે કે દેવશયની અગિયારસ નિયમ પૂર્વક કરવાથી સર્વ એકત્ર થયેલા પાપ નાશ પામે છે અને પ્રાણીની બધી ઇચ્છા પૂરી થાય  છે. 
 
 દેવશયની અગિયારસનું આટલુ મહત્વ શા માટે  
 
પુરાણમાં જણાવ્યું છે કે શંખચૂર નામનો એક અસુર સાથે ભગવાન વિષ્ણુનું  લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યુ. અષાઢ શુક્લ અગિયારસના રોજ ભગવાન વિષ્ણુએ શંખચૂરનો વધ કર્યો અને ક્ષીર સમુદ્રમાં સૂવા ચાલ્યા ગયા. શંખચૂરથી મુક્તિ મળતા દેવતાઓએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા- અર્ચના કરી હતી. એક અન્ય કથા મુજબ વામન બનીને ભગવાન વિષ્ણુએ બલિ રાજા પાસેથી ત્રણ પગલાંમાં ત્રણ લોક પરનો અધિકાર મેળવ્યો. રાજા બલિને પાતાળમાં પરત ફરવુ પડ્યુ. 
 
પરંતુ બલિની , ભક્તિ અને ઉદારતાથી  ભગવાન વિષ્ણુ  મોહભંગ થયો. .ભગવાને બલિને વરદાન માંગવા કહ્યું તો બલિ રાજાએ ભગવાનને  કહ્યું કે તમે  હમેશા નરકમાં રહો ભક્તની ઇચ્છા પૂરી કરવા ભગવાન નરકમાં રહેવા ચાલ્યા ગયાં.આથી માતા લક્ષ્મી ઉદાસ થઈ ગયા. ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે માતા લક્ષ્મી ગરીબ મહિલાનું રૂપ ધારણ કરી પાતાળમાં ગઈ. લક્ષ્મીની આ ખરાબ હાલત જોઈ બલિ રાજાએ તેમને પોતાની બહેન બનાવી લીધી.
 
લક્ષ્મી માતાએ બલિને કહ્યું જો તમે તમારી બહેનને ખુશ જોવા માંગતા હોય તો મારા પતિ ભગવાન વિષ્ણુને મારા સાથે વૈકુંઠમાં વિદાય કરો. બલિએ ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠ વિદાય કર્યા પણ એક વચન આપ્યુ કે આષાઢ શુક્લ અગિયારસથી કાર્તિક શુક્લ અગિયારસ સુધી દરેક વર્ષ તેઓ પાતાળમાં વાસ કરશે. આથી આ ચાર મહિનામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. 
 
દેવશયની અગિયારસ ઉપવાસ અને પૂજન  
 
દેવશયની અગિયારસનો ઉપવાસ કરનારાએ અગિયારસના રોજ સવારે સ્નાન કરી  ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવીએ જોઈએ. પૂજામાં ચંદન, તલ, તુલસી,ફળ અર્પિત કરવા માટે પછી શીટ્સ અને ઓશીકું લગાવી ભગવાનને સૂવડાવો. રાતે જાગી ભગવાનના ભજન કરવું જોઈએ. 
 
ઉપવાસીએ નિરાહાર અને નિર્જળ રહીને ઉપવાસ કરવો જોઈએ. રાત્રિનો પહેલો પ્રહર વીતી ગયા પછી ફળાહાર કરી શકાય. બીજા દિવસે, શ્રદ્ધા અને સામર્થ્ય મુજબ બ્રાહ્મણોને ભોજ કરાવો અને દક્ષિણા આપો. પછી જાતે જમી લો .