શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 21 જુલાઈ 2018 (17:56 IST)

ચતુર્માસ - 4 મહિના કરો આ કર્મ, જન્મો સુધી સ્વર્ગમાં જઈને ઈન્દ્ર જેવુ સુખ ભોગવશો

પદ્મપુરાણ મુજબ જે દિવસોમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તેમને ચાર મહિનાને ચાતુર્માસ અને ચૌમાસા પણ કહે છે.  દેવશયની એકાદશીથી હરિપ્રબોધિની અગિયારસ સુધી ચાતુર્માસ 15 જુલાઈથી 11 નવેમ્બર સુધી ચાલશે. આ ચાર મહિનામાં વિવિધ કર્મ કરવા પર મનુષ્યને વિશેષ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસોમાં કોઈ પણ જીવની તરફથી કરવામાં આવેલ કોઈપણ પુણ્યકર્મ ખાલી નથી જતુ. આમ તો ચાતુર્માસનુ વ્રત દેવશયની અગિયારસથી શરૂ થાય છે.   પણ દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી અને કર્કની સંક્રાતિથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે. 
 
ચાતુર્માસના વિવિધ કર્મોનુ પુણ્ય ફળ 
 
- જે મનુષ્ય આ ચાર મહિના સુધી  મંદિરમાં ઝાડૂ લગાવે છે અને મંદિરને ધોઈને સાફ કરે છે, કાચી જગ્યાએ ગોબરથી લીંપે છે તેમને ચાર મહિના સુધી બ્રાહ્મણ યોનિમાં જન્મ મળે છે. 
 
- જે ભગવાનને દૂધ, દહી, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવે છે તે સંસારમાં વૈભવશાળી થઈને સ્વર્ગમાં જઈને ઈન્દ્ર જેવુ સુખ ભોગવે છે. 
 
- ધૂપ, દીપ, નૈવૈદ્ય અને પુષ્પ વગેરેથી પૂજન કરનારા પ્રાણી અક્ષય સુખ ભોગવે છે. 
 
- તુલસીદળ અથવા તુલસી મંજરીઓથી ભગવાનનુ પૂજન કરવાથી, સુવર્ણની તુલસી બ્રાહ્મણને દાન કરવાથી પરમગતિ મળે છે. 
 
- ગૂગળની ધૂપ અને દીપ અર્પણ કરનાર મનુષ્ય જન્મ જન્માંતરો સુધી શ્રીમંત રહે છે. 
 
- પીપળના ઝાડ લગાવવા, પીપળ પર રોજ જળ ચઢાવવુ, પીપળની પરિક્રમા કરવી, ઉત્તમ ધ્વનિવાળી ઘંટી મંદિરમાં ચઢાવવી, બ્રાહ્મણોનું યોગ્ય સન્માન કરવુ, કોઈપણ પ્રકારનુ દાન આપવુ, ભૂરા રંગની ગાયનું દાન, મધથી ભરેલ ચાંદીના વાસણ અને તાંબાના પાત્રમાં ગોળ ભરીને દાન કરવો, મીઠુ, સત્તુ, હળદર, લાલ વસ્ત્ર, તલ, જૂતા અને છત્રી વગેરેનુ શક્તિમુજબ દાન કરનારા જીવને ક્યારેય પણ કોઈ વસ્તુની કમી જીવનમાં આવતી નથી. તે હંમેશા સાધન સંપન્ન રહે છે. 
 
 - જે વ્રતની સમાપ્તિ મતલબ ઉદ્યાપન કરવા પર અન્ન, વસ્ત્ર અને ગોદડીનુ દાન કરો છો એ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે અને સદા ધનવાન રહે છે. 
 
- વર્ષા ઋતુમાં ગોપીચંદનનું દાન કરનારાઓને બધા પ્રકારનો ભોગ અને મોક્ષ મળે છે. 
 
- જે નિયમથી ભગવાન શ્રી ગણેશજી અને સૂર્ય ભગવાનનુ પૂજન કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે અને જે ખાંડનુ દાન કરે છે તેને યશસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે. 
 
- માતા લક્ષ્મી અને પાર્વતીને પ્રસન્ના કરવા માટે ચાંદીના વાસણમાં હળદર ભરીને દાન કરવી જોઈએ અને ભગવાન શિવને પ્રસન્ના કરવા માટે બળદનુ દાન કરવુ શુભ છે. 
 
- ચાતુર્માસમાં ફળોનુ દાન કરવાથી નંદન વનનુ સુખ મળે છે. 
 
- જે લોકો નિયમથી એક સમય ભોજન કરે છે, ભૂખ્યાને ભોજન ખવડાવે છે. ખુદ પણ નિયમથી ચોખા અને જવનુ ભોજન કરે છે. જમીન પર સૂવે છે તેને અક્ષય કીર્તિની પ્રાપ્તિ થાય છે. 
 
- આ દિવસોમાં આમળાથી યુક્ત જળથી સ્નાન કરવુ અને મૌન રહીને ભોજન કરવુ શુભ છે.