ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (15:39 IST)

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.
ધરો આઠમ 2024 
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 11  સપ્ટેમ્બર  2024 ના રોજ ઉજવાશે.  
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ   -   સપ્ટેમબર 11, 2024 ના રોજ 06 :35 વાગે 
અષ્ટમી તિથિ સમાપ્ત  -  સપ્ટેમબર 11, 2024  ના રોજ બપોરે 12:17
 
Dharo Atham 2024

ધરો આઠમના દિવસે  સૂર્યદેવની ઉપાસના કરવાથી રોગો, દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, દરરોજ સ્નાન કર્યા પછી, તમારે નિયમ અનુસાર તેમને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં સૂર્યની અસરને પણ સુધારશે. પાણી અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા તેમની આરતી કરી શકો છો.