મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આજથી થશે શુભ કાર્યોની શરૂઆત, કુબેર ભરશે તિજોરી

આજે દેવ ઉઠી અગિયારસ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની ઉંઘ પછી જાગશે દેવ શયની અગિયારસથી લઈને વીતેલા દિવસો સુધી બધા શુભ કામો પર વિરામ લાગ્યો હતો જે આજે સમાપ્ત થઈ જશે.  વિવાહ, મુંડન, જનેઉ, ગૃહ પ્રવેશ, ઉપનયન સંસ્કાર, ઘરનો પાયો રાખવો વગેરેનુ કામ શુભ મુહૂર્તમાં કરી શકાય છે. આજે દેવી લક્ષ્મીને સમર્પિત દિવસ શુક્રવાર અને અગિયારસનો શુભ યોગ પણ બની રહ્યો છે. કુબેર કૃપાથી ધન પ્રાપ્તિના યોગ બનશે. બ્રહ્માજીના આશીર્વાદથી કુબેરને ધનપતિ થવાનો અને અગિયારસના અધિકારી હોવાનુ વરદાન પ્રાપ્ત છે.  કુબેર દેવની કૃપા ભરશે તમારી તિજોરી જે ક્યારેય ખાલી નહી થાય. હંમેશા તેમા ધન ભરેલુ રહેશે. આજે કરો ખાસ ઉપાય... 
 
- સફેદ કપડા દાન કરો. 
- ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પિત કરો. 
- કુબેર મંત્રનો ઉત્તરની તરફ મુખ કરીને જાપ કરો - 'ૐ શ્રીં, ૐ હ્વીં શ્રીં, ૐ હ્વીં શ્રીં ક્લી વિત્તેશ્વરાય નમ:' 
- આ મંત્રના પ્રભાવથી જલ્દી જ વિવાહના આસાર બની જાય છે. મંત્ર : ૐ શં શકરાય સકલ-જન્માર્જિત-પાપ-વિધ્વંસનાય, પુરૂષાર્થ-ચતુષ્ટય-લાભાય ચ પતિં મે દેહિ કુરુ કુરુ સ્વાહા. 
- લક્ષ્મી જી ની કૃપા મેળવવા માટે અષ્ટદળ કમળ બનાવીને કુબેર અને લક્ષ્મીની સ્થાપના કરી ઉપાસના કરવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં પાંચ ઘી ના દીવા પ્રગટાવીને અને કમળ, ગુલાબ વગેરે પુષ્પોથી ઉત્તર દિશા તરફ મુખ કરીને પૂજન કરવુ લાભપ્રદ હોય છે.  આ ઉપરાંત ઑમ શ્રીં શ્રીયૈ નમ: નો જાપ કરવો જોઈએ. 
- મહાલક્ષ્મીની સાથે જ ધનના દેવતા કુબેર દેવને પૂજવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.  આ જ કારણથી  કોઈપણ દેવી-દેવતાના પૂજનના સાથે જ તેમનુ પણ પૂજન કરવુ ખૂબ લાભદાયક હોય છે. જો પોતાના કર્તવ્યોનુ નિષ્ઠાથી પાલન કરતા શ્રી કુબેરની ઉપાસના કરવામાં આવે અને કુબેર યંત્ર પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો તે ચોક્કસ પ્રસન્ન થઈને વેપાર વૃદ્ધિ,  ધન વૃદ્ધિ, એશ્વર્ય, લક્ષ્મી કૃપા પ્રદાન કરી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો આર્શીર્વાદ આપે છે.