ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 12 માર્ચ 2021 (18:51 IST)

Shani Amavasya 2021: શનિ અમાવસ્યા ક્યારે છે ? જાણો આ દિવસે કયા ઉપાયો કરવાથી શનિદેવ થશે પ્રસન્ન

Falgun Amavasya
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસનુ વિશેષ મહત્વ છે. આ  વર્ષે આ તિથિ 13 માર્ચ 2021 ના રોજ આવી રહી છે.  શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે.  જ્યોતિષમાં શનિ દોષ, સાઢેસાતી કે ઢૈય્યા પીડિત જાતકો માટે શનિ અમાવસ્યાનો દિવસ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે 
 
અમાવસ્યાનુ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. શનિવારના દિવસે અમાસ પડવાને કારણે તેનુ મહત્વ વધી જાય છે. આ દિવસે લોકો નોકરી સંબધી પરેશાનીથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરે છે. જાણો શનિદેવને પ્રસન્ન કરવા અને નોકરી સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે કયા ઉપાયો કરવામાં આવે છે. 
 
મહાશિવરાત્રિના દિવસે કુંભ રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ 5 રાશિઓને થશે મહાલાભ 
 
1. પીપળાના ઝાડની પૂજા - જ્યોતિષ મુજબ શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ.  કહેવાય છે કે આવુ કરવાથી શનિદોષ ખતમ થાય છે. 
 
2. શમીના વૃક્ષની પૂજા - એવુ કહેવાય છે કે શનિદેવને શમીનુ વૃક્ષ પ્રિય છે. શનિ દોષથી છુટકારો મેળવવા માટે શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે સાંજે શમીના ઝાડની પાસે દીવો પ્રગટાવવાથી લાભ મળે છે. 
 
3. હનુમાનજીની પૂજા - એવુ કહેવાય છે કે શનિદેવને શમીનુ વૃક્ષ પ્રિય છે. શનિ દોષથી છુટકારો મેળવવા માટે શમીના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે શનિ દોષથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએૢ 
 
4. ગાયની પૂજા - શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારના દિવસે કાળી ગાયની સેવા કરવી જોઈએ. ગાયને ચારો અને રોટલી ખવડાવો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી શનિ પીડાથી છુટકારો મળે છે. 
 
ફાગણ અમાવસ્યા મુહૂર્ત 
 
માર્ચ 12 2021 ના રોજ 15:04:32 થી અમાસ શરૂ 
માર્ચ 13 2021 ના રોજ અમાવસ્યા સમાપ્ત