શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2020 (08:30 IST)

આર્થિક તંગીથી પરેશાન છો, તો શુક્રવારે કરો આ વિશેષ ઉપાય, માતા લક્ષ્મી તમારા પર કૃપા કરશે

જીવનમાં પૈસાનું શું મહત્વ છે તે આપણે બધા જાણીએ છીએ અને તેના વિના આપણને આમ તેમ ફરવુ પડે છે.   દરેક પોતાના પરિવારને સુખી જીવન આપવા માટે સખત મહેનત કરે છે. પરંતુ  ઘણી વખત થાય છે કે સખત મહેનત પછી પણ તેને ફળ મળતું નથી અને આર્થિક સંકટ તમને પરેશાન કરે છે. વ્યક્તિને શું કરવું તે સુઝ નથી પડતી.. એવુ તે શુ કરવુ કે ઘરમાં સદા મા લક્ષ્મીનો વાસ રહે. 
 
જો તમને પણ આવી જ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારા ધંધા કે કાર્યસ્થળમાં કોઈ સમસ્યા આવી રહી છે, તો શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શુક્રવારે પૂરા હૃદયથી લક્ષ્મી માતાની પૂજા કરે છે અને આ ઉપાયોનો કરે છે, તો તેને જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે.
 
જો તમે ઇચ્છો છો કે તમારા ભંડાર પૈસાથી ભરાઈ જાય, તો શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઘરની અંદર રાખેલી પાટલા પર એક કળશ સજાવી દો. તેના પર કેસરથી  સ્વસ્તિક પ્રતીક બનાવો. ત્યારબાદ તે કળશમાં પાણી ભરો. તેમાં દુર્વા, ચોખા અને 1 રૂપિયો પણ નાખો. આ પછી ચોખાને એક નાનકડી પ્લેટમાં ભરો અને આ પ્લેટ પાટલા પર મુકેલા કળશ પર મુકો. ત્યારબાદ શ્રીયંત્રની સ્થાપના કરો અને ચોમુખી દીવો પ્રગટાવીને કુમકુમ અને ચોખાથી  પૂજા કરો. કળશની પૂજા કર્યા પછી 10 મિનિટ સુધી માં લક્ષ્મીનું ધ્યાન કરો.
 
એવું માનવામાં આવે છે કે શુક્રવારે આ ઉપાય કરવાથી જીવનમાં વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને પરિવારમાં તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે બીજા કોઈએ પણ તેના વિશે કશુ કહેશો નહી.  જો તમે આ વાત ગુપ્ત રાખશો, તો તમને જલ્દી ફાયદો થશે. બીજી બાજુ, જો તમે કોઈને કહેશો તો તો તમારું કાર્ય ક્યારેય સફળ નહી થાય.