રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 16 જુલાઈ 2024 (10:12 IST)

Gauri Vrat 2024- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

gauri vrat in gujarati
Gauri Vrat 2024- - અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી.
- ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. 
- પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. 
- છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવે છે  તેમાં રોજ જળનું સિંચન કરાતું.
- અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે. 
- ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે  છે. 
- કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
 
આ સાથે ગૌરી વ્રતના સમયગાળા  દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.

Edited By- Monica sahu