શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

પાંચ એવા પ્રાણી છે જેને ભોજન ખવડાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે

સુખ અને દુખ જીવનના બે સમાકલિત અંગ છે જે નિરંતર આપણા જીવનમાં આપણી સાથે જ રહે છે. જ્યારે પણ કોઈ માણસ દુ:ખી થાય છે તો તે તેમાંથી બહાર આવવા માટે ધર્મની શરણમાં જાય છે. ધર્મ શાસ્ત્રોમાં દુ:ખો મટાડવા અને લક્ષ્મીને મેળવવા માટે પાંચ એવા પ્રાણીઓનું વર્ણન કરવામાં આવ્યુ છે જેને ભોજન ખવડાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ તો થાય છે જ સાથે જ ધાર્મિક કર્મ પણ થઈ જાય છે. દુખ અને સુખ તો કર્મો મુજબ જ પ્રાપ્ત થાય છે. પુણ્ય કર્મ કરવાથી દુ:ખોનો ક્ષય થાય છે. 
 
 ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો તો પહેલી રોટલી ગાયને ખવડાવો. ગૌમાતાને એક ગ્રાસ ખવડાવી દો તો એ બધા દેવી-દેવતાઓ સુધી પહોંચી જાય છે.  હિંદુ ધર્મના બધા દેવી દેવતાઓ અને પોતાના પિતરોના આશીર્વાદ મેળવવા હોય તો ગો ભક્તિ અને ગો સેવાથી સારો કોઈ અન્ય વિકલ્પ નથી. 
 
સવારના સમયે પક્ષીઓને સતનાઝા, બાજરો અને રોટલી નાખવાથી ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધાર થાય છે.  તમારો પોતાનો વેપાર કરનારા જાતકોને રોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ. આવુ કરવાથી વેપારમાં રાત દિવસ ફાયદો થાય છે. 
 
દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે રોજ કૂતરાને રોટલી ખવડાવો. જે લોકો કૂતરાઅને જમાડે છે. તેમનાથી શનિ અતિ પ્રસન્ન થાય છે. શનિ દેવની કૃપા ઉપરાંત જાતકને પરેશાનીઓથી સદા માટે મુક્તિ મળી જાય છે.  કૂતરાને તેલ ચોપડી રોટલી ખવડાવવાથી શનિ સથે જ રાહુ-કેતુ સાથે સંબંધિત દોષોનુ પણ નિવારણ થઈ જાય છે. રાહુ-કેતુના યોગ કાલસર્પ યોગથી પીડિત વ્યક્તિઓને આ લાભ થાય છે.  
 
કર્જ તળે જીવી રહેલા માણસનુ જીવન રોગ અને શોકને ખુલ્લુ આમંત્રણ આપે છે. આવામા જો રોજ કીડીઓને ખાંડ અને લોટ નાખો તો જલ્દી જ કર્જથી મુક્તિ મેળવી શકાય છે. ધન સંબંધિત બધા અવરોધ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી જી પ્રસન્ન થાય છે. 
 
પૈતૃક સંપત્તિમાંથી તમને કશુ જ ન મળી રહ્યુ હોય અથવા કોઈ મુલ્યવાન વસ્તુ ખોવાય ગઈ હોય તો નિયમથી રોજ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. ટૂંક સમયમાં જ તમને શુભ સમાચાર મળશે.