બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (06:44 IST)

હનુમાન જયંતી પર વાંચો સરળ પૂજન વિધિ(See Video)

હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ શ્રીરામ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે. 
 
વ્રતની રાત્રે ધરતી પર સૂવાથી પહેલા ભગવાન રામ અને માતા સીતા સાથે હનુમાનજીનો સ્મરણ કરવું. જો આ દિવસે બ્રહ્મચર્યનો પાલન કરી શકો તો સારું રહેશે. 
સવારે જલ્દી ઉઠીને ફરી રામ-સીતા અને હનુમાનજીને યાદ કરવું. 
જલ્દી સવારે સ્નાન ધ્યાન કરી હાથમાં ગંગાજળ લઈ વ્રતનો સંકલ્પ કરવું. સાફ-સુથરા વસ્ત્રમાં પૂર્વ દિશાની તરફ ભગવાન હનુમાનજીની ફોટાને સ્થાપિત કરવું. વિનમ્ર ભાવથી બજરંગબળીની પ્રાર્થના કરવી. ધ્યાન રાખો કે મનમાં કોઈ કુવિચાર ન આવે. તે પછી ષોડશોપચારની વિધિ-વિધાનથી શ્રી હનુમાનજીની આરાધના કરવી. 
 
હનુમાનજીની પૂજામાં હનુમત કવચ મંત્રનો જાપ જરૂર કરવું. કવચ મંત્રનો જાપ તરત ફળદાયી હોય છે. તેનાથી તેમનો આશીર્વાદ મળે છે.