શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 5 જૂન 2018 (10:51 IST)

હનુમાનનો આ મંત્ર અશક્યને પણ શક્ય બનાવે છે

મંત્રમાં ઘણી શક્તિ હોય છે. જેના બળ પર દરેક કામને સિદ્ધ કરી શકાય છે. પવનપુત્ર હનુમાન અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયોના દાતા છે.  તે અશક્યને પણ શક્ય કરવાની શક્તિ રાખે છે. જો તમારી કુંડળીમાં નવગ્રહ સાથે સંબંધિત કોઈ પણ દોષ કે શત્રુઓથી પરેશાન ચાલી રહ્યા છે તો હનુમાન ચાલીસાની આ ચૌપાઈની એક માળા જાપ કરો. હનુમાનજી શ્રી રામના દરેક કાર્યમાં સહાય થયા છે. તમે પણ તમારા શત્રુઓ પર વિજય મેળવવા માંગો છો કે કોઈપણ પ્રકારના સંકટનો હિમંતથી જવાબ આપવા માંગો છો તો આ ચોપાઈનો જાપ તમારે માટે રામબાણ છે. જેનો વાર ક્યારેય ખાલી જતો નથી. 
ચોપાઈ - સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે 
 
આ વિધિથી કરો જાપ - હનુમાનજીના મંદિરમાં જાવ. શક્ય ન હોય તો ઘરમાં જ હનુમાનજીની ચિત્રપટ અથવા પ્રતિમા સામે બેસીની સૌ પહેલા હનુમાનજીને સિંદૂર લગાવો. ગુલાબના ફુલોનો હાર પહેરાવો. મીઠા પાન (ચૂના વગરનુ)નો ભોગ લગાવો.   સરસવના તેલનો દીવો લગાગ્યા પછી આ ચોપાઈનો જાપ કરો.  
આ ચોપાઈનો જાપ રોજ ન કરી શકો તો મંગળવાર કે  શનિવારે કરો. તેમા એટલી શક્તિ છે કે કોઈપણ પ્રકારની ઉપરી બાધા પ્રભાવ દેખાડી શકતી નથી. શનિ-મંગળથી સંબંધિત બધા દોષ શાંત થઈ જાય છે. જ્યોતિષ મુજબ હનુમાનજીની પૂજાથી વ્યક્તિની કુંડળીમાં ઉત્પન્ન બધા અશુભ ગ્રહ દોષનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તો દરેક મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગતી હોય છે.