શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (00:36 IST)

Hanumanji upay- સંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ

આમ તો હિન્દુ ધર્મમાં બધા દેવતાઓની આરાધના કરવાથી મનુષ્યનુ જીવન ફળીભૂત થાય છે. છતા જીવનમાં અનેક પ્રકારના કષ્ટ દરેકના જીવનમાં બન્યા રહે છે. તેમા મોટાભાગના કષ્ટ આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા રહે છે. કેટલાક એવા ઉપાય જ્યોતિષ અને વેદોમાં છે જેને જો તમે અપનાવી લો તો પછી જીવનમાં ક્યારેય આર્થિક સંકટ પાછુ ફરીને નહી આવે. કેટલીક આવી જ મહિમા રામભક્ત હનુમાનની આરાધનાથી પણ મળે છે. જો તમારુ કોઈ કામ બની રહ્યુ નથી તો તમે પણ દરેક મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઉપાય અપનાવો તમને ચોક્કસ રૂપે લાભ મળશે અને તમારા જીવનના બધા કષ્ટ દૂર થઈ જશે.
 
કોઈપણ પ્રકારના કર્જથી મુક્તિ મેળવવા માટે 11 મંગળવાર વ્રત કરો અને સાંજે હનુમાનજીના મંદિરમાં દર્શન માટે જરૂર જાવ. 
- મંગળવારની રાત્રે 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. 
- રોજ હનુમાન ચાલીસા વાંચો. મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને તેમને પાનનું બીડું પણ અર્પિત કરો. તમારા બગડેલા કામ ફરીથી બનવા લાગશે. 
- હનુમાન ચાલીસા વાંચવાથી જ્યા પિતૃદોષ, રાહુદોષ, મંગળદોષ વગેરે દૂર થાય છે તો બીજી બાજુ ભૂત-પ્રેત વગેરેનો ડર પણ દૂર થાય છે. 
- માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિંજી સેવા મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તનાવ કાયમ માટે દૂર થઈ જશે. 
- વર્ષમાં એકવાર કોઈપણ મંગળવારે તમારા લોહીનુ દાન કરવાથી તમે હંમેશા માટે દુર્ઘટનાઓથી બચ્યા રહેશો. 
- 5 દેશી ઘી ના રોટનો ભોગ મંગળવારે લગાવવાથી દુશ્મનોથી મુક્તિ મળે છે. 
- વેપારમાં વૃદ્ધિ માટે મંગળવારે સિંદૂરી રંગનો લંગોટ હનુમાનજીને પહેરાવો 
- મંદિરની છત પર લગાવો લાલ ધ્વજા અને આકસ્મિક સંકટોથી મુક્તિ મેળવો. 
- તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો.