સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

હનુમાન જયંતિ વિશેષ- તાંત્રિક હનુમાન યંત્ર

હનુમાન જયંતિ વિશેષ

સવારે નિત્યકર્મથી પરવારી અને સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરવા. કૃશ કે ઉનના આસન પર બેસીને હનુમાનજીની મૂર્તિ પર કે ચિત્ર પર બનેલ યંત્ર (અહીં બનેલા યંત્ર જેવુ)ને સામે મૂકો અને સિંદૂર, ચોખા, લાલ ફૂલ, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરો. મોતીચૂરના લાડુનો નૈવેધ ધરાવો. ફૂલને હાથમાં લઈને નિમ્ન શ્લોક વાંચો.

અતુલિત બલધામં હેમ શૈલાભદેહં,
દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્‌.
સકલ ગુણાનિધાનં વાનરાણામધીશં,
રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ.

ત્યારબાદ ફૂલ અર્પિત કરો.

ત્યારબાદ હનુમાનજીનુ ધ્યાન કરીને હનુમાન ચાલીસા વાંચો. છેવટે લાલ ચંદનની માળાથી 'હં હનુમતે રુદ્રાત્મકાય હૂં ફટ' મંત્રનો 108 વાર નિત્ય જાપ કરો.