રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 15 ઑગસ્ટ 2023 (08:16 IST)

હનુમાનજી પાસેથી વરદાન મેળવવા મંગળવારે જરૂર કરો આ 5 કામ

શાસ્ત્રો મુજબ મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના જરૂર કરવી જોઈએ. 
મંગળવારે પૂજા -અર્ચના કરવાથી હનુમાનજી ખાસ રૂપમાં પ્રસન્ન થાય છે. સાથે જ તેમની કૃપા ભક્તો પર હમેશા બની રહે છે. આમ તો દરેક દિવસ  મંદિર જવું જોઈએ પણ મંગળવારે હનુમાન મંદિર જરૂર જવું. 
 
આ દિવસે મંદિર જવાથી બધા બગડેલા કામ સરળતાથી બની જાય છે. સાથે જ પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો ખાસ વરદાન પણ આપે છે. 
 
હનુમાનજીને આ દિવસે લાલ ફૂલ અને તૈયાર કરેલું પાન જરૂર ચઢાવવું . હનુમાનજીને હલવો, પંચ મેવા , ગોળથી બનેલા લાડુ અન દીઠાંવાળુ પાન  વગેરે પ્રિય છે. આથી તેમને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. 
 
હનુમાનજીને  સિંદૂર ખૂબ પસંદ છે. આથી મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર જરૂર ચઢાવવુ તેના માટે વિધિ-વિધાન સાથે પૂજન  કરો. આ દિવસે સિંદૂર ચઢાવવાથી દરેક રીતના સંકટોનું સમાધાન થાય છે. 
 
ચમેલીના તેલનો દીવો હનુમાનજીના સામે મૂકી ચમેલીના તેલ સાથે સિંદૂર ચઢાવવું. ત્યારબાદ લાલ રંગના ફૂલ ચઢાવો. આવું કરવાથી હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થશે. 
 
એક પાન લઈને તેમાં થોડા ગોળ-ચણા નાખી હનુમાનજીને ભોગ લગાવો. ત્યારબાદ આ મંત્રનો જાપ જરૂર કરો. 
 
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્ત્ર નામ તત્તુંન્યં રામ નામ વરાનને