રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (00:18 IST)

HBD Barak Obama- બરાક ઓબામા પણ હનુમાનજીનાં ભકત છે

HBD Barak Obama-  બરાક હુસૈન ઓબામા ( Barack Hussein Obama) જન્મ: 4 ઓગસ્ટ, 1961) યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ આ દેશના પ્રથમ અશ્વેત (આફ્રિકન અમેરિકન) રાષ્ટ્રપતિ છે. તેમણે 20 જાન્યુઆરી 2009ના રોજ પદના શપથ લીધા હતા.
 
બરાક ઓબામાનું પૂરું નામ
બરાક ઓબામાનું પૂરું નામ બરાક હુસૈન ઓબામા છે, તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1961ના રોજ હવાઈના હોનોલુલુમાં થયો હતો. બરાક ઓબામાના પિતાનું નામ બરાક હુસૈન ઓબામા સિનિયર છે અને તેમની માતાનું નામ સ્ટેનલી એન ડનહામ છે. તેમના પિતા કેન્યાના સફળ અર્થશાસ્ત્રી હતા અને માતા એક કુશળ અમેરિકન માનવશાસ્ત્રી હતા.
 
અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીનાં ભકત છે. આ વાત તો જગ જાહેર છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે તેઓ તેમનાં ખીસ્સામાં હનુમાનજીની એક નાનકડી મૂર્તિ રાખે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે ઓબામાએ તેમની મુલાકાતમાં પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીની પૂત્રી પ્રતિભા અડવાણી સાથે થઈ હતી. 
 
પ્રતિભા અડવાણીએ રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર સમયે ઓબામા સાથે મુલાકાત દરમિયાન તેમને કહ્યું કે, આપણાં વચ્ચે એક સમાનતા છે. ઓબામાએ પુછ્યું શું. તો પ્રતિભાએ કહ્યું હું પણ હનુમાન દાદાની ભકત છું.
આ સાંભળીને ઓબામાએ જણાવ્યું હતું કે, હું હનુમાનની એક મૂર્તિ હમેશાં મારી પાસે રાખુ છું. અને તેમણે આટલું કહેતાં ચાંદીની એક હનુમાનની પ્રતિમા ખિસ્સામાંથી કાઢીને તેને બતાવી હતી.