સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (16:49 IST)

બાળકીને ભઠ્ઠીમાં જીવતી સળગાવી

બાળકીને ભઠ્ઠીમાં જીવતી સળગાવી- રાજથાનના ભીલવાડામાં એક સગીર છોકરીને કિડનેપ કરી જીવતી સળગાવી નાખ્યો. બીજેપીએ કાંગ્રેસને આ બાબતને લઈને ધેરયો છે. 
 
રાજસ્થાનના ભીલવાડામાં માનવતાને તાર-તારા કરનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીર છોકરીમે કિડનેપ કરી જીવતી સળગાવવાના આરોપ લાગ્યો છે. 
 
એસપી ભીલવાડાએ જણાવ્યુ કે  પ્રથમ દુષ્ટયા તપાસમાં જાણકારી મળી છે કે સગીર છોકરીની હત્યા કરી તેને સળ્ગાવ્યુ છે. પોલીસે ચારા લોકોને રાઉંડઅપા કર્યુ છે. ફોરેંસિક ટીમ અને ડાક્ટરએ જ પુષ્ટિ કરી શકે છે કે આ ઘટનામાં ગેંગરેપ થયુ છે કે નહી. એસપી આદર્શા સિદ્દૂ એ જણાવ્યુ કે બુધવારે રાત્રે પોલીસને સૂચના મળી કે એક છોકરી કાલેથી ગુમ હતી. એક ભટ્ઠીની પાસે તેમના ચપ્પ્લ મળ્યા છે જે લોકો પર શંકા હતી તેને રાઉંડ અપ કરી લીધુ છે. જલ્દી જા મામલાનો ખુલસો કરાશે. 
 
જણાવીએકે ભીલવાડામાં એક 14 વર્ષીયા છોકરીને કોલાસાની ભટ્ઠીમાં સળગાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યુ કે છોકરીને સળગાવવાથી પહેલા સામૂહિક દુષ્કર્મની શક્યતાથી ના પાડી ના શકાય. 
 
મામલો કોટડી પોલીસાવિસ્તારના એક ગામમાં બુધવારની રાતનો છે. માહિતી મળતાં જ ચાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પીડિતાના મોટા ભાઈના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 8 વાગ્યે યુવતી બકરીઓ સાથે ઘરેથી નીકળી હતી. બકરીઓ બપોરે 3 વાગ્યાની આસપાસ પરત ફર્યા, પરંતુ તેની બહેન આવી નહીં.
 
ગામમાં બધા સગાઓ અને ખેતરમાં શોધખોળ પછી પણ પરિવારને ન મળી, આશરે રાત્રે 8 વાગ્યે ગામની બહારા કેંપમાં કોલસાની ભટ્ઠી જોઈ તો શોધ ફરી શરૂ થઈ. વરસાદ દરમિયાન ભઠ્ઠી બળતી ન હોવાથી, તેઓ શંકાસ્પદ થયા અને તેમની પાસે ગયા, પછી તેઓને તેના જૂતા મળ્યા. નજીકથી તપાસ કરતાં તેઓને યુવતીએ પહેરેલી ચાંદીની બંગડીઓ અને અગ્નિમાં હાડકાના ટુકડા મળી આવ્યા હતા.આ પછી ગ્રામજનોએ ત્રણ લોકોને શંકાના આધારે પકડીને પૂછપરછ કરી હતી. જ્યારે ત્રણેયે યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેને સળગાવી દેવાની કબૂલાત કરી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.