ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 12 જુલાઈ 2017 (13:38 IST)

Video - ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય અને ચમત્કાર જુઓ

વેબદુનિયાના ધર્મ ચેનલમાં તમારુ સ્વાગત છે.. જેમા અમે તમને બતાવી રહ્યા છે કે ગણેશજીની મદદથી કેવી રીતે તમે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકો છો.  ભગવાન ગણેશજી તમામ વિઘ્ન દૂર કરે છે. પ્રસન્ન થતા શ્રીગણેશ ભક્તોની તમામ માનતાઓ પૂરી કરે છે. કોઇ પણ શુભ કાર્ય પહેલા ભગવાન શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. 
 
 તંત્ર શાસ્ત્ર અનુસાર અલગ-અલગ મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા દ્વારા વિભિન્ન ઉપાય કરવામાં આવે છે.  આ ઉપાય જો બુધવાર અથવા ગણેશ ચતુર્થીના રોજ કરવામાં આવે તો જલ્દી ફળ પ્રાપ્ત થાય છે. જો તમારી પણ કોઇ મનોકામના છે તો આ અમે અહી બતાવેલા ઉપાયો અજમાવો. 
 
 આવો જોઈએ સૌ પ્રથમ ઉપાય...
 
1. જો તમારા જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ છે તો તમે બુધવારના દિવસે કોઇ હાથીને ઘાસચારો ખવડાવો અને ગણેશ મંદિર જઇને ભગવાન શ્રીગણેશ પાસે પોતાની મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરો. 
 
 2. બીજા ઉપાયમાં તમે બુધવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ કાંસ્યની થાળી લો અને તેના પર ચંદનથી ऊँ गं गणपतयै नम: લખો. ત્યારબાદ આ થાળીમાં પાંચ બૂંદીના લાડુ મુકો અને એ લાડુને નજીકના કોઇ ગણેશજીના મંદિરમાં દાન કરી આવો આ ઉપાય અજમાવતા તમને  અચાનક ધનલાભ થવાની શક્યતા છે. 
 
3. ત્રીજો ઉપાય - બુધવારના દિવસે સવારે તમારા ઘરની નિકટના  કોઇ ગણેશજીના મંદિર જાઓ અને ભગવાન શ્રીગણેશને 21 ગોળ સાથે દૂર્વા રાખીને ચઢાવો. આ ઉપાય કરવાથી ભગવાન શ્રીગણેશ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરી દે છે. આ ખૂબ જ ચમત્કારી ઉપાય છે. 
 
 4. હવે જોઈએ ચોથો ઉપાય - જો તમને ધનલાભની ઇચ્છા છે તો તેના માટે તમે બુધવાર અથવા ગણેશચોથના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રીગણેશજીને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ચઢાવો. 
 
 5. પાંચમો ઉપાય - શાસ્ત્રોમાં ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવા માટેના વિધાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાથી પણ વિશેષ લાભ થાય છે. 
 
 6. અને હવે અંતિમ ઉપાયમાં તમે બુધવારે કે ગણેશ ચોથના દિવસે કોઇ પણ ગણેશજીના મંદિરે જાઓ અને દર્શન કર્યા બાદ યથાશક્તિ દાન કરો. દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રીગણેશ પણ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે.