રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2024 (09:42 IST)

Dev Uthani Ekadashi- દેવઉઠી અગિયારસ - જાણો કેવી રીતે કરશો તુલસી વિવાહ

tulsi vivah
કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી દેવોત્થાન એટલે કે દેવઉઠની અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે, દેવઉઠની એકાદશીનો ઉત્સવ. દેવઉઠની એકાદશીને હરિપ્રોધિની એકાદશી અને દેવોત્થન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એકાદશી પર તુલસી લગ્નનું સૌથી વધુ મહત્વ છે. દેવાઉઠની એકાદશીને છોટી દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરોમાં દીવડાઓ પણ પ્રગટાવે છે
 
દેવઉઠની એકાદશીના દિવસે વિધિ વિધાનની સાથે તુલસી વિવાહની પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ આંગણની વચ્ચે એક પાટલા પર મૂકવામાં આવે છે. તુલસીજીને મહેદી, મોલી દોરો, ફૂલ, ચંદન, સિંદૂર, મધની વસ્તુઓ, ભાત, મીઠાઇ, પૂજાના રૂપમાં મુકવામાં આવે છે.
 
જાણો તુલસી વિવાહ પૂજા વિધિ 
 
 - ક્ષીરસાગરમાં શયન કરી રહેલ શ્રી હરિ વિષ્ણુને જગાવીને તેમના માંગલિક કાર્યોની શરૂઆત કરાવવાની પ્રાર્થના કરો. 
- દેવઉઠની અગિયારસ પર મંદિરો અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા-અર્ચના કરો. 
- મંડપમા શાલિગ્રામની પ્રતિમા અને તુલસીનો છોડ મુકીંતે તેમનો વિવાહ કરાવો 
- મંદિર અને ઘરમાં શેરડીના મંડપ બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણનૂ પૂજન કરી તેમને બોર, ચણાની ભાજી, આમળા સહિત અન્ય મૌસમી ફળ અને શાકભજી સાથે પકવાનનો ભોગ અર્પિત કરો. 
- ત્યારબાદ મંડપની પરિક્રમા કરતા ભગવાન પાસે કુંવારાના લગ્ન કરાવવા અને પરણેલાઓની વિદાય (કન્યાવિદાય) કરાવવાની પ્રાર્થના કરો. 
- પ્રબોધિની એકાદશીના દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખ પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 
- ગોધૂલિ બેલામાં તુલસી વિવાહ કરવાનું પુણ્ય લેવામાં આવે છે. 
- દીપ માલિકાઓથી ઘરને રોશન કરો અને બાળકો ફટાકડા ફોડીને ખુશીઓ મનાવે 
- તુલસીની પરિક્રમા કરવી શુભ હોય છે 
- આ દિવસે ઘરમાં રંગોળી જરૂર બનાવો તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે