ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:56 IST)

હિન્દુ ધર્મ - ઘરમા આ ખાસ વસ્તુઓ પ્રગટાવવાથી બરકત કાયમ રહે છે

હિન્દુ ધર્મ મુજબ ઘરમાં ધૂપ આપવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. ધૂપ આપવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. સાથે જ માનસિક તનાવ દૂર કરવામાં પણ તેનાથી ખૂબ લાભ મળે છે. દેવ સ્થાન પર ધૂપ કરવાથી હંમેશા ઘરમાં બરકત અને સમૃદ્ધિ કાયમ રહે છે.  
 
બરકત માટે ઘરમાં પ્રગટાવો આમાથી કોઈપણ એક વસ્તુ 
 
લીમડાના પાન - ઘરમાં અઠવાડિયામાં એક કે બે વાર લીમડાના પાનની ધૂપ પ્રગટાવો. તેનાથી ત્યા એક બાજુ બધા પ્રકારના જીવાણુ નષ્ટ થઈ જશે.  બીજી બાજુ વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ  જશે. 
 
કપૂર - જો સીડી, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં નિર્મિત થયો હોય તો બધા સ્થાને 1-1 કપૂરની ટીકડી મુકી દો. ત્યા મુકેલો કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે. 
 
ગુગળની ધૂની - અઠવાડિયામાં 1 વાર કોઈપણ દિવસે ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધૂપ આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગુગળ સુગંધિત હોવા સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે. 
 
પીળી સરસવ - પીળી સરસવ,  ગૂગળ, લોબાન, ગૌધૃતને મિક્સ કરીને સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને તેના પર આ બધી સામગ્રી નાખી દો.  નકારાત્મકતા દૂર થઈ જશે. 
 
ધૂપબત્તી પ્રગટાવો - ઘરમાં પૈસો નથી ટકતો હોય તો રોજ મહાકાળીની આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો.