1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (23:12 IST)

Hindu Dharm - શુ તમે પણ શનિવારે કાળા કપડાં પહેરવા પસંદ કરો છો તો જરૂર વાંચો

શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે અને શનિના પ્રકોપથી બચવા માટે લોકો કાળા રંગના વસ્ત્ર પહેરે છે. 
 
પણ ક્યારેક ક્યારેક કંઈક સારુ કરવાના ચક્કરમાં કંઈક ને કંઈક અશુબ થઈ જાય છે. તેથી સારુ રહેશે કે તમે કોઈપણ ધાર્મિક કાર્ય શરૂ કરતા પહેલા કોઈ જ્યોતિષીની સલાહ જરૂર લો. 
 
અહી અમે વાત કરી રહ્યા છે શનિવારના દિવસની. શનિના પ્રકોપથી બચવા માટે પહેરાતા કાળા રંગના વસ્ત્રો વિશે જાણો... 
 
- શનિનો કુપ્રભાવ સૌ જાણે જ છે.  જો તે ક્રોધિત થઈ જાય તો સુખી જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે.  તેથી તેના પ્રભાવને ઓછો કરવા માટે શનિવારના દિવસે કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. 
 
- પણ હકીકતમાં કાળો રંગ અશુભ્રતાનો પ્રતીક માનવામાં આવે છે. આ અશુભ સાથે આળસનું પણ પ્રતીક હોય છે. 
 
- મોટાભાગે પૂજા-પાઠમાં અને લગ્નના કાર્યક્રમોમાં પણ કાળા રંગના કપડા પહેરવાની મનાઈ હોય છે. આ રંગને અપશુકનના રૂપમાં પણ માનવામાં આવે છે.  પણ શનિવારના દિવસે આ રંગને તેથી પ્રાથમિકતા આપવામાં આવે છે કારણ કે આ શનિદેવ સાથે જોડાયેલો છે. 
 
- મોટાભાગે જ્યોતિષ શનિવારે એવા લોકોને કાળા રંગના કપડા પહેરવાની સલાહ આપે છે જેમના પર શનિની સાઢેસાતી હોય કે શનિની ખરાબ દશા ચાલી રહી હોય. તેથી શનિવારે કાળા કપડાં પહેરતા પહેલા એકવાર જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.