સંબંધિત સમાચાર
- Shiv Aarti - જય શિવ ઓંકારા
- મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા
- Shiv aarti- આરતી- શિવજીની આરતી
- Shiv Chalisa Benefits: સોમવારે આ નિયમથી કરો શિવ ચાલીસાનો પાઠ, દરેક અધૂરી ઈચ્છા થશે પૂરી
- Bhanu Saptami - ભાનુ સપ્તમીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય જાગી જશે.
જય હરિ હરા ની આરતી lyrics
જય દેવ, જય દેવ, જય હરિહરા,
ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ
વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા,
કમળનયન કેશવને, શિવને ત્રિનયન...ૐ હર હર હર મહાદેવ
નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી,
ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ
વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે,
ALSO READ: Shiv Aarti - જય શિવ ઓંકારા
હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને...ૐ હર હર હર મહાદેવ
રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી,
રામને વાનર-રીંછ, શિવને ભૂત ટોળી...ૐ હર હર હર મહાદેવ
ચંદન ચઢે ત્રિકમને, શિવ હર ભસ્માંગે,
રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી...ૐ હર હર હર મહાદેવ
કૌસ્તુભમણી કેશવને, શિવને રૂંઢમાળા,
મુક્તાફળ મોહનને, શિવને સર્પકાળા...ૐ હર હર હર મહાદેવ
કેવડો વ્હાલો કેશવને, શિવને ધંતુરો,
ત્રિકમને વ્હાલા તુલસી, શિવને બીલીપત્ર...ૐ હર હર હર મહાદેવ
લક્ષ્મીવર ઉમિયાવર, શંકર શામળિયા,
હરિવર નટવર સ્વામી, એકાંટે મળીયા...ૐ હર હર હર મહાદેવ
મોહનને મહાદેવ, જો સુંદર ગાશો,
હરિહરના ગુણ ગાતા, હરિચરણે જાશો...ૐ હર હર હર મહાદેવ
એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો,
ALSO READ: Suryadev mantra- સૂર્યદેવ મંત્ર
ભોળા ભૂધરને ભજતાં, ભોળા શંભુ ને ભજતાં ભવસાગર તરશો... ૐ હર હર હર મહાદેવ
હરિહરની આરતી,
જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી, કૈલાસે જાશે...ૐ હર હર હર મહાદેવ.