ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (13:51 IST)

જેઠ મહીનો શરૂ: જાણો શું કરવું શું નહી કરવું

હિંદુ પંચાગના મુજબ જેઠ ભારતીય કાળ ગણનાનો ત્રીજો માહ છે. ફાગણ માસની વિદાયની સાથે ગરમી શરૂ થઈ જાય છે. જેઠ મહીનાને ગર્મીનો મહીનો પણ કહેવાય છે. આ મહીનામાં જળની પૂજા કરાય છે અને આ મહીનામાં જળને લઈને બે તહેવાર પણ છે, પહેલો ગંગા દશેરા અને બીજુ નિર્જલા એકાદશી. આ મહીનામાં જળને બચાવવાનો પ્રયાસ કરાય છે. શાસ્ત્રમાં જેઠ મહીનામાં કેટલીક વસ્તુઓના વિશે જણાવ્યું છે. જેને કરવાથી ન માત્ર તમે સ્વસ્થ રહી શકો છો પણ ધનવાન પણ બની શકો છો. આવો જાણીએ છે તે ઉપાય કયાં છે. 
 
આ રીતે સૂવાથી હોય છે રોગી 
જેઠ મહીનામાં જે દિવસમાં સૂએ, ઓકર જર અષાઢમાં રોએ" આ કહેવત છે. એટલે કે માણસ જેઠના મહીનામાં દિવસમાં સૂએ છે તે રોગી હોય છે. સાથે જ જેઠમાં બપોરમાં ચાલવાની મનાહી છે આ સમયે તડકામાં ચાલવાથી માણસ બીમાર થઈ શકે છે. 
 
રીંગણા ખાવાથી લાગે છે દોષ 
જેઠ મહીનામાં રીંગણા ખાવાથી દોષ લાગે છે. જેના જેઠ સંતાન જીવીત હોય તેને રીંગણા ખાવાથી બચવું જોઈએ. જેઠ મહીનામાં રીંગણા ખાવાથી સંતાન માટે શુભ નહી ગણાય છે. 
 
આ મહીનામાં લગ્ન અશુભ 
જેઠ મહીનામાં જેઠ પુત્ર અને જેઠ પુત્રીનો લગ્ન કરવું પરિણીત જીવન માટે શુભ નહી હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ મહીનામાં મોટા પુત્ર અને પુત્રીનો લગ્ન નહી કરવું જોઈએ. 
 
એક સમય ભોજન કરવું 
જેઠ મહીનામાં શકય હોય તો એક સમય ભોજન કરવું જોઈએ. મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે “ज्येष्ठामूलं तु यो मासमेकभमासमेकभक्तेन संक्षिपेत्। ऐश्वर्यमतुलं श्रेष्ठं पुमान्स्त् वा प्रपद्यते।।” એટલે કે જેઠ મહીનામાં જે માણસ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે. હકીકતમાં તેનાથી માણસ સ્વસ્થ રહે છે અને ચિકિત્સામાં ધન નષ્ટ નહી હોય છે. 
 
તલ દાનથી હોય છે અકાળ મૃત્ય બાધા દૂર 
જેઠના મહીનામાં તલનો દાન ઉત્તમ હોય છે. શિવપુરાણમાં કહ્યું છે કે આ મહીનામાં તલ દાનથી અકાળ મૃત્યુ બાધા દૂર હોય છે અને સ્વાસ્થય સારું રહે છે. 
 
તેથી કરવી જોઈએ હનુમાનજીની પૂજા 
જેઠના મહીનામાં રામજીથી હનુમાનજીની મુલાકાત થઈ હતી. તેથી આ મહીના હનુમાનજીને પ્રિય છે. આ મહીનામાં રામજીની સાથે હનુમાનજીની પૂજા કરવું શુભ ફળદાયી હોય છે. આ મહીનામાં જ મોટા મંગળવાર ઉજવાય છે. જેમાં હનુમાનજીની પૂજા હોય છે.