ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (15:45 IST)

જીવન્તિકા માતા ની આરતી - jivantika maa ni aarti in gujarati

jivantika aarti
jivantika aarti
 
જય જીવન્તિકા માતા (2)
ભક્તજનો ગુણ ગાતા (2) તમે સંતતિ સુખ દાતા.
ૐ જય જીવન્તિકા માતા
 
શ્રાવણ કેરા શુક્રવારે, કરી દર્શન તુજ દ્વારે, (2)
રક્તાંબર ધરી અંગે (2) માડી તારું વ્રત ધારે
ૐ જય જીવન્તિકા માતા
 
મધ રાતે કરી ચોકી, વિધાતાને તે રોકી, (2)
લેખ વિધિના બદલાવ્યા (2) કૃપા કરી મોટી.
ૐ જય જીવન્તિકા માતા
 
વ્રત પ્રતાપે તારા, ગોરાણી પુત્ર પામી (2)
મા ને દિકરો મળીયા (૨) ના રહી કોઈ ખામી.
ૐ જય જીવન્તિકા માતા
 
વંઝાને ઘર ઝુલે પારણું, જીવન્તિકા મા એવા, (2)
વ્રત કરતાં માડી તારું (2) મહેણું ન દે રહેવા.
ૐ જય જીવન્તિકા માતા
 
જીવન્તિકા માની આરતી, જે કોઈ કરશે (2)
મનવાંચ્છિત ફળ આપી (2) માડી દુઃખ હરશે.
ૐ જય જીવન્તિકા માતા