શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (14:40 IST)

કરવા ચોથ વ્રત કરતા પહેલા જાણી લો તેના નિયમો

મહિલાઓનો સૌથી મોટો તહેવાર કરવા ચોથ 17 ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે.  આ દિવસે પરણેલી સ્ત્રીઓ સોળ પ્રકારના શૃંગારથી સજે છે અને પોતાના જીવનસાથીની લાંબી આયુ માટે આખો દિવસ નિર્જલા વ્રત ઉપવાસ રાખે છે. ખાસ કરીને કરવા માતાની પૂજા અર્ચના કરે છે. પણ અન્ય વ્રતની જેમ કરવ ચોથ વ્રત થોડુ જુદુ છે.  એવુ કહેવાય છે કે આ વ્રતનુ પૂરુ ફળ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે વ્રત ઉપવાસ કરનારી મહિલાઓ આ શાસ્ત્રો મુજબના નિયમોનુ પાલન કરે છે તો તેમની મનોકામના પૂરી થઈ જાય છે. જો તમે પણ કરવા ચોથનુ વ્રત કરી રહ્યા છો કે પછી કરવા માંગો છો તો આવો જાણી લો આ વ્રતના નિયમો વિશે માહિતી.. 
 
કરવા ચોથનુ વ્રત કરનારી મહિલાઓ આ નિયમોનુ પાલન કરશે તો માતા કરવાની કૃપાથી તેમનો સુહાગ સદૈવ અમર બન્યો રહેશે. જો કોઈપણ પરણેલી સ્ત્રી આ બધા નિયમોનુ પાલન કરતા નિર્જલા વ્રત રાખે છે તો તેમને તેમના પતિનો પ્રેમ અને સાથ આખુ જીવન મળે છે. 
 
1. કરવા ચોથના દિવસે મહિલાઓએ કાળા વસ્ત્રનો પ્રયોગ ન કરવો. કાળો રંગ સુહાગન સ્ત્રીઓ માટે અશુભ ફળદાયી છે. 
 
2.  એકદમ સફેદ સાડી પણ ન પહેરશો. સફેદ સાડી પણ શુભ પર્વ પર સુહાગન સ્ત્રીઓ પહેરતી નથી. 
 
3. કરવા ચોથના દિવસે કાતરનો પ્રયોગ ન કરો. કપડા ન કાપશો. આ દિવસે ભૂલથી પણ કાતરનો પ્રયોગ ન કરવા ઉપરાંત તેને નજર સામે દેખાય તેવી પણ ન રાખવી મતલબ કાતર સંતાડીને મુકી દો. જેથી તે દેખાય જ નહી. 
 
4. સિલાઈ કે ભરત કામ પણ ન કરો. મોટેભાગે સ્ત્રીઓ વ્રતના  દિવસે  સિલાઈ ગૂંથણ કે સ્વેટર ગૂંથવાનુ કામ કરે છે પણ કરવા ચોથના દિવસે આ બધા કાર્ય પ્રતિબંધિત માનવામાં આવ્યા છે. 
 
5. કરવા ચોથના દિવસે સમય પસાર કરવા માટે પત્તા પણ રમશો નહી 
 
6. કરવા ચોથવાળા દિવસે ટાઈમ પાસ કરવા માટે રામાયણ ગીતા કે અન્ય ધાર્મિક પુસ્તકો ધાર્મિક સંગીત અને ભજન કરીને સમય પસાર કરો. 
 
7. આ દિવસે કોઈની નિંદાન કરો કોઈની પણ ચાડી કરવી કે કોઈના વિશે ખરાબ બોલવાથી વ્રતનુ ફળ નષ્ટ થઈ જાય છે. તમારાથી મોટાનુ અપમાન તો ભૂલથી પણ ન કરો આ દિવસે વડીલોનો આશીર્વાદ મળવો ખૂબ જરૂરી છે.  
 
8.આ દિવાસે પતિ ઉપરાંત કોઈ અન્યનુ ચિંતન કોઈપણ સ્થિતિમાં ન કરો 
 
9. તમે વાપરેલી સુહાગની સામગ્રી કચરામાં બિલકુલ ન ફેંકો 
 
10. આ દિવસે શ્રૃંગાર કરતી વખતે જે બંગડીઓ તૂટી જાય તો તેને વહેતા જળમાં પ્રવાહિત કરો. પણ તેને ઘરમાં ભૂલથી પણ મુકશો નહી. 
 
11. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ પ્રકારનો નશો વ્રતના પુણ્યનો નાશ કરે છે. 
 
12. ચોથના દિવસે પતિ સાથે કોઈપણ પ્રકારનો વિવાદ કરશો નહી અને બની શકે તેટલા પ્રેમથી જ વાત કરો. 
 
તો મિત્રો આ હતા કરવા ચોથના દિવસે ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો વિશે માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને આવા જ અન્ય આર્ટીકલ જાણવા માટે લોગઈન કરો અમારી વેબસાઈટ વેબદુનિયા ગુજરાતી પર આવતીકાલે ફરી મળીશુ નવી માહિતી સાથે નમસ્કાર.. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.