ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (10:27 IST)

Kevda trij puja vidhi - કેવડા ત્રીજના દિવસે ત્રણ પ્રહરમાં પૂજા કરવી, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Kevda Trij Puja Vidhi- ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
પંચાંગ અનુસાર 17મી સપ્ટેમ્બરે સવારે 11.08 કલાકે તૃતીયા તિથિ શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 18મી સપ્ટેમ્બરે બપોરે 12.39 કલાકે આ વ્રત રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, આ વ્રત 18 સપ્ટેમ્બરે જ રાખવામાં આવશે.
 
હરતાલિકા તીજ વ્રત માટે પૂજાનો સમય - 18મી સપ્ટેમ્બરના રોજ હરતાલિકા તીજ વ્રતની પૂજા માટેનો શુભ સમય સવારે 06.07 થી 07.39 સુધીનો રહેશે. સાંજે તે 04:51 PM થી 06:23 PM સુધી રહેશે.
 
પંચાંગ અનુસાર હરતાલિકા તીજના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ સવારે 6.07 થી 8.34 સુધી પૂજા કરવાનો શુભ સમય છે. આ પછી સવારે 9.11 થી 10.43 નો સમય પણ પૂજા કરવા માટે સારો છે. તે જ સમયે, પૂજા પણ બપોરે 3:19 થી 7:51 સુધી કરી શકાય છે.
 
કેવડા ત્રીજ પૂજા વિધિ- ત્રણ પ્રહરમાં પૂજા કરવી
 
- ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ઘરને સ્વચ્છ કરીને શણગારવુ.. પછી પૂજા કરવાના સ્થાન પર રંગોળી માંડવી. એક બાજેટ લેવો  
તેને રંગોળી વચ્ચે ગોઠવી દેવો.  
- કેવડા ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરીને આ વ્રતની પ્રતિજ્ઞા લઈને દિવસની શરૂઆત કરી શકે છે.
 
- આ પછી, સ્ત્રીઓ તેમના હાથ પર મહેંદી લગાવે છે અને સંપૂર્ણ સોલાહ મેકઅપ કરે છે.
- આ બાજટ પર રેતીથી શંકર પાર્વતી અને ગણેશ બનાવવા.  હવે પૂજામાં બે થાળી લેવી. જેમા એક થાળીમાં પૂજાનો સામાન.. જેમા કંકુ હળદર અબીલ ગુલાલ પાન સોપારી 
- લવિંગ બદામ કપૂર અને ઘીનો દીવો તેમજ ફુલ મુકવા. તેમજ બીજી થાળીમાં જંગલી પાન.. જેમા ખાસ કરીને કેવડો, બિલીપત્ર, આંકડો ધતૂરો તેમજ મકાઈ, કાકડી ગલકુ તૂરિયા ભીંડા આ પાંચ શાકને બે-બે જોડીમાં સૂતરના દોરા વડે બાંધવી મુકવા. ગણેશજી માટે દુર્વા વિશેષ લેવો.   આ ઉપરાંત વસ્ત્ર અર્પણ કરવા બ્લાઉઝ પીસ કે ચુંદડી કે કપડાનો ટુકડો જરૂર મુકવો.   
- હવે ભગવાન ગણેશને તિલક કરો અને દુર્વા ચઢાવો. પછી શિવ પૂજા કરવી અને પછી પાર્વતીજીની પૂજા કરવી. ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર જરૂર અર્પણ કરવા. વસ્ત્ર તરીકે 
- ગણેશજીને જનોઈ. શિવજીને જંગલી પાન અને કેવડો અર્પણ કરવો અને માતા પાર્વતીને ચુંદડી ચઢાવવી. પછી સમગ્ર સામગ્રી ચઢાવવી. વિધિપૂર્વક પૂજા કર્યા પછી શંકરજીની આરતી કરવી અને અંતમા કેવડાત્રીજની કથા ચોક્કસ સાંભળવી અને ઈશ્વરને પતિની લાંબી આયુ માટે પ્રાર્થના કરવી. કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે પ્રાર્થના કરે. 
- આ પૂજા ત્રણ પ્રહરમાં કરવી. સવારે પૂજા કર્યા પછી બપોરે 12 વાગ્યે આરતી કરવી અને પછી રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીને 12 વાગ્યે આરતી કરીને કાકડીનો પ્રસાદ 
-અંતે, ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કર્યા પછી, ભોગ ચઢાવો.
- ચઢાવવો અને એ પોતે પણ ગ્રહણ કરવો. ત્યારબાદ આપ વ્રત છોડી શકો છો. કે સવારે છોડી શકો છો. 

Edited By-Monica Sahu