આ છે 7 દિવસના 7 ઉપાય, વરસે છે ઈશ્વરની કૃપા

Last Modified રવિવાર, 28 મે 2017 (00:01 IST)
ધાર્મિક હિસાબે અઠવાડિયાના બધા દિવસ બધા દેવી-દેવતાઓ માટે નક્કી કરવામાં આવ્યા છે. પણ કયા દિવસે કયા દેવતાની પૂજાથી કયુ ફળ મળે છે તેનાથી કદાચ જ કોઈ વાકેફ હશે.

આજે અમે તમને બતાવીએ છીએ અઠવાડિયાના 7 દિવસોના 7 એવા ઉપાય જેનાથી તમને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે.

સોમવારનો દિવસ - આ દિવસે કોઈ ગરીબને તેની પત્ની સહિત ભોજન કરાવો. ભોજનમાં તેને શુદ્ધ ઘીનુ ભોજન પીરસો. આ ભોજ મહાલક્ષ્મીની પૂજા પછી રાખો.

મંગળવારનો દિવસ - આ દિઅવએ ભોજનમાં અડદ, મગની દાળ દાન કરો. હનુમાન સ્તુતિ પણ લાભદાયક છે.

બુધવારનો દિવસ - આ દિવસે ભગવાન વિષ્ણુનો દૂધથી બનેલા પકવાનથી ભોગ લગાવો

ગુરૂવારનો દિવસ - આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરો અને કેળાના વૃક્ષને જળ ચઢાવો

શુક્રવારનો દિવસ - આ દિવસે કોઈ સુહાગનને શ્રૃંગારનો સામાન દાન કરો.

શનિવારનો દિવસ - ગરીબ-દુખીને તલથી બનેલુ ભોજન કરાવો. શનિ દેવની સ્તુતિ કરો.

રવિવારનો દિવસ - સૂર્ય દેવને જળ ચઢાવો. રવિવાર ઉપરાંત સૂર્ય દેવને રોજ જળ ચઢાવવુ પણ શુભ હોય છે.


આ પણ વાંચો :