શનિવારે સાચા મનથી કરો શનિદેવની ઉપાસના, બની જશે બગડેલા કામ

shani hanuman
Last Modified શનિવાર, 16 જાન્યુઆરી 2021 (07:48 IST)
ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી યાદ કરવાથી શનિદેવ પોતાના ભક્તોને આશીર્વાદ ચોક્કસ આપે છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો પણ દિવસ
છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

- શનિવારે પીપળના ઝાડની સાત પરિક્રમા કરો. શનિવારે શનિદેવની સાથે હનુમાનની પૂજા પણ કરો
- શનિવારે સાંજે માછલીઓને દાણા ખવડાવો. કીડીઓને લોટ ખવડાવો.
-
શનિવારે ભગવાન શનિદેવને તેલ ચઢાવો. હનુમાનની સામે તેલનો દીવો જરૂર પ્રગટાવો.
- શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો. કોઈ ગરીબને અડદની દાળ, કાળા કપડા, કાળા તલ અને કાળા ચણાનું દાન કરો.
- શનિવારે નિયમિત હનુમાન મંદિરમાં જાવ અને કરો.
- શનિવારે હનુમાન મંદિરમાં નાળિયેર અને લાલ રંગના પ્રસાદ ચઢાવો
- શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે ચાર મુખી દિવો પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
- જો શનિવારે ઘોડાની નાળ મળી જાય તો તેને શુભ માનવામાં આવે છે
- શનિવારે વાદળી રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વાદળી કપડાં પહેરો અથવા કામ પર જતા વખતે તમારી સાથે વાદળી રૂમાલ રાખો. શનિવારે શનિ મંદિરમાં વાદળી અથવા જાંબુડિયા ફૂલો ચઢાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે.


આ પણ વાંચો :