શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (05:16 IST)

Magh Purnima Upay: માઘ પૂર્ણિમાના દિવસે આ 2 કામને કરવાથી મળે છે 32 ગણુ વધુ ફળ, ધન-વૈભવ માટે જરૂર કરો આ ઉપાય

magh purnima 2024
magh purnima 2024
 Magh Purnima Upay: 24 ફેબ્રુઆરીના રોજ માઘ મહિનાની પૂર્ણિમા તિથિ છે. ત્યારબાદ 25 ફેબ્રુઆરીથી ફાગણ મહિનાની શરૂઆત થઈ જશે. શાસ્ત્રોમાં માઘ માસનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ દરમિયાન સૌથી વધુ પ્રયાગરાજમાં સ્નાન અને દાનનુ મહત્વ છે. માઘી પૂર્ણિમાના દિવસે માઘ મહિનાના યમ નિયમ વગેરે સમાપ્ત થઈ જશે. એવુ કહેવાય છે કે માઘી પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાંપોતે ગંગાજળમાં વાસ કરે છે. તેથી જે લોકો આખા માઘ દરમિયાન સ્નાન-દાનનો લાભ ઉઠાવે છે તેઓ માઘ પૂર્ણિમાના દિવસે અન્ય બધી વસ્તુઓનો લાભ ઉઠાવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પૂર્ણિમા પર દાન-દક્ષિણાનુ બત્રીસ ગણુ ફળ મળેથી તેથી તેને બત્તિસી પૂર્ણિમા પણ કહે છે. માઘની પૂર્ણિમાના રોજ મઘા નક્ષત્ર પડવાને કારણે જ તેને માઘી પૂર્ણિમા કહે છે. માઘી પૂર્ણિમાના દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને ઘણા લાભ સુનિશ્ચિત કરી શકો છો. તો આવામાં માઘ પૂર્ણિમાના દિવસે તમારે કયા ઉપાય કરવા જોઈએ આવો જાણીએ . 
 
જો તમે તમારા કરિયરને સફળ બનાવવા માંગો છો તો માઘ પૂર્ણિમાના દિવસે તમને  ભગવાન વિષ્ણુને વંદન કરવું જોઈએ અને માઘ મહિનાનું મહાત્મય જરૂર વાંચવું જોઈએ.
 
જો તમે તમારી આસપાસ અને તમારા પરિવારમાં ખુશી ફેલાવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે ઘઉંનો લોટ, ગોળ, ઘી અને કોઈપણ મોસમી ફળ એક થાળીમાં મુકો અને બ્રાહ્મણના ઘરે દાન કરો.
 
જો તમે સકારાત્મક વિચારસરણીવાળા લોકોને તમારા મિત્રોની યાદીમાં સામેલ કરવા માંગો છો, તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે દૂધ, દહીં, મધ, ગંગાજળ અને તુલસી દળને મિક્સ કરીને પંચામૃત બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ.
 
જો તમે દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા અને તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે તમારા ઘરમાં સૌભાગ્ય બિષા યંત્રને યોગ્ય રીતે સ્થાપિત કરવું જોઈએ.
 
જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ખૂબ જ આનંદથી પસાર થાય, તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે કોઈ બ્રાહ્મણ અથવા કોઈ તપસ્વી અથવા કોઈ ઋષિને તલનું દાન કરવું જોઈએ.
 
જો તમે સુંદર, ગુણવાન સંતાન મેળવવા ઈચ્છતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો વ્રત પણ કરવું જોઈએ. તેમજ મંદિરમાં તલથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ.
 
જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો માઘ પૂર્ણિમાના દિવસે વડના ઝાડના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ અને તેના મૂળમાંથી થોડી માટી લઈને કપાળ પર તિલક કરવું જોઈએ.
 
જો તમે ઈચ્છો છો કે કોઈ પણ કામમાં તમારે ક્યારેય હારનો સામનો ન કરવો પડે તો તેના માટે માઘ પૂર્ણિમાના દિવસે હવન સામગ્રીમાં થોડા તલ ભેળવીને હવન કરવો જોઈએ.
 
જો તમે તમારા જીવનમાં માત્ર લાભ સુનિશ્ચિત કરવા માંગતા હોવ તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે બ્રહ્મવૈવર્ત પુરાણને વંદન કરવું જોઈએ. તેમજ જો શક્ય હોય તો બ્રહ્મવૈવર્ત પુરાણ યોગ્ય બ્રાહ્મણને દાન કરવું જોઈએ.
 
જો તમે જીવનના દરેક પાસામાં સફળતા મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે કોઈ ગરીબ  વ્યક્તિને ઊનના કપડા ગિફ્ટ કરવા જોઈએ.
 
જો તમે તમારા પરિવારની સંપત્તિમાં વધારો કરવા માંગતા હોવ તો માઘ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક અગરબત્તી વગેરેથી પૂજા કરો અને સાંજે ચંદ્રદેવને અર્ઘ્ય ચઢાવો.
 
જો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રાખવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ અને તુલસીના છોડને હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ.