ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (14:07 IST)

Gajalakshmi Vrat Katha - ગજલક્ષ્મી વ્રત કથા

gaj laxmi vrat katha
gaj laxmi vrat katha


ગજલક્ષ્મી વ્રત દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલ થી આ વ્રત કરે છે, દેવી માતાની તેમની વિધિપૂર્વક પૂજા કરે છે અને તેમની વ્રત કથા સાંભળે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાલક્ષ્મી વ્રતની અલગ-અલગ કથાઓ વિવિધ ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે, જેમાંથી બે વાર્તાઓ સૌથી વધુ લોકપ્રિય છે. જે આ પ્રમાણે છે
 
ગજ લક્ષ્મી વ્રત કથા 
 
પ્રથમ કથા - પ્રાચીન સમયની વાત છે કે એક વાર એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ નિયમિત રૂપથી શ્રી વિષ્ણુનુ પૂજન કરતો હતો. તેની પૂજા-ભક્તિથી પ્રસન્ન થઈને તેણે ભગવાન શ્રી વિષ્ણુને દર્શન આપ્યા અને બ્રાહ્મણ પાસે પોતાની મનોકામના માંગવા માટે કહ્યુ, બ્રાહ્મણે લક્ષ્મીજીનો વાસ પોતાના ઘરમાં હોય એવી ઈચ્છા દર્શાવી. આ સાંભળીને શ્રી વિષ્ણુજીએ લક્ષ્મીજીની પ્રાપ્તિનો માર્ગ બ્રાહ્મણને બતાવ્યો. મંદિરની સામે એક સ્ત્રી આવે છે જે અહી આવીને છાણા થાપે છે. તુ તેને તારા ઘરે આવવાનુ આમંત્રણ આપજે. આ સ્ત્રી દેવી લક્ષ્મી છે. 
 
દેવી લક્ષ્મીજી તમારા ઘરે આવ્યા પછી તમારુ ઘર ધન અને ધાન્યથી ભરી દેશે. આવુ કહીને શ્રી વિષ્ણુજી જતા રહ્યા. બીજા દિવસે તેઓ સવારે ચાર વાગ્યાથી મંદિર સામે બેસી ગયા. લક્ષ્મીજી છાણા થાપવા માટે આવ્યા. તો બ્રાહ્મને તેમને પોતાના ઘરે આવવાનુ નિવેદન કર્યુ.  બ્રાહ્મણની વાત સાંભળીને લક્ષ્મીજી સમજી ગયા કે આ બધુ વિષ્ણુજીના કહેવાથી થયુ છે.  લક્ષ્મીજીએ બ્રાહ્મણને કહ્યુ કે તમે મહાલક્ષ્મી વ્રત કરો. 16 દિવસ સુધી વ્રત કરવાથી અને સોળમાં દિવસે રાત્રે ચન્દ્રમાને અર્ધ્ય આપવાથી તમારા મનોરથ પૂર્ણ થશે. બ્રાહ્મણે દેવીના કહેવા મુજબ વ્રત અને પૂજન કર્યુ અને દેવીને ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને બૂમ પાડી. લક્ષ્મીજીએ પોતાનુ વચન પુર્ણ કર્યુ.   એ દિવસથી આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. 
 
 
બીજી કથા - એકવાર મહાલક્ષ્મીનો તહેવાર આવ્યો. હસ્તિનાપુરમાં ગાંધારીએ શહેરની તમામ સ્ત્રીઓને પૂજા માટે બોલાવી પણ કુંતીને બોલાવી નહીં. ગાંધારીના 100 પુત્રોએ ઘણી માટી લાવીને એક હાથી બનાવ્યો, તેને સુંદર રીતે શણગાર્યો અને તેને મહેલની મધ્યમાં સ્થાપિત કર્યો. બધી સ્ત્રીઓ પૂજાની થાળી લઈને ગાંધારીના મહેલમાં જવા લાગી.  આ જોઈને કુંતી ખૂબ દુઃખી થઈ ગઈ. જ્યારે પાંડવોએ કારણ પૂછ્યું તો કહ્યું કે મારે કોની પૂજા કરવી? અર્જુને કહ્યું મા! તમે પૂજાની તૈયારી કરો, હું તમારા માટે જીવતો હાથી લાવીશ.અર્જુન ઈન્દ્ર પાસે ગયો. તે તેની માતાની પૂજા કરવા માટે ઐરાવતને લાવ્યો. માતાએ પ્રેમથી પૂજન કર્યું. બધાએ સાંભળ્યું કે ઇન્દ્રનો હાથી ઐરાવત પોતે કુંતીના ઘરે આવ્યો છે ત્યારે ગાંધારીએ કુંતીની ક્ષમા માંગી અને બધાએ  કુંતીના મહેલમાં જઈને ઐરાવતની પૂજા કરી.